Friday, 22/11/2024
Dark Mode

દે.બારીયા તેમજ પીપલોદમાં એક્સપાયરી ડેટવાળો માલ વેચાતો હોવાની વ્યાપક ફરિયાદો:સ્થાનિક તંત્ર દ્વારા ચેકીંગ હાથ ધરવું અનિવાર્ય

દે.બારીયા તેમજ પીપલોદમાં એક્સપાયરી ડેટવાળો માલ વેચાતો હોવાની વ્યાપક ફરિયાદો:સ્થાનિક તંત્ર દ્વારા ચેકીંગ હાથ ધરવું અનિવાર્ય

 મઝહર અલી મકરાણી @ દે.બારીયા 

દે.બારીયા તા.20

દેવગઢબારિયા નગર સહિત પીપલોદ વિસ્તારમાં બજારો ખુલતા અનેક જગ્યાએ એક્સપાયરી ડેટનો માલ વેચાયો વહીવટી તંત્ર દ્વારા વહેલી તકે પગલા લેવામાં આવે તેવી માંગ,લોક ડાઉન ખુલતાની સાથે જ લોકોએ દુકાનમાં પડેલો માલનું વેચાણ શરૂ કર્યું.માલની એક્સપાયરી ડેટ પૂરી થયા હોવા છતાં પણ વેપારીઓ દ્વારા વેચાણ થતો હોવાની વ્યાપક બૂમો,ખાદ્ય પદાર્થને લઈ ક્યાંક રોગ ચાલો ફાટી નીકળે તેવી દહેશત.ખાદ્ય પદાર્થનો નિકાલ તંત્ર દ્વારા આજદિન સુધી કેમ કરવામાં ન આવ્યો તેવી લોકોમાં ચર્ચા?

લોકડાઉન ખુલતાની સાથે જ દેવગઢબારિયા તેમજ પીપલોદ બજારમાં અનેક એક્સપાયરી ડેટનો ખાદ્ય પદાર્થનું ખુલ્લેઆમ વેચાણ વેપારીઓ દ્વારા કરાતાં ક્યાંક રોગ ચાલો ફાટવાની દહેશત.

દેશભરમાં લોકડાઉનને લઈ ૫૪ દિવસ સતત બજાર બંધ રહ્યું હતું અને તેમાં કેટલીક ખાદ્ય પદાર્થની દુકાનોમાંથી એક્સપાયરી ડેટનો જથ્થો નાસ કરવાની પણ સ્થાનિક તંત્ર ને સુચના આપવામાં આવી હતી. ત્યારે તેમાં કેટલીક દુકાનોમાં હજુ પણ પેકિંગ બંધનો મોટા જથ્થો પડી રહ્યો હતો. ત્યારે હાલમાં રાજ્યના મુખ્યમંત્રી દ્વારા લોકડાઉન 4 માં  કેટલીક છૂટછાટ આપતા દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા નગર સહિત પીપલોદ બજાર પણ ફરી ધમધમી ઉઠયા છે. ત્યારે આ ૫૪ દિવસ પછી બજારો ખુલતા દેવગઢબારિયા નગર તેમજ પીપલોદના બજારમાં કેટલીક દુકાનોમાં ખાદ્ય પદાર્થનો મોટા જથ્થો હજુ પણ પડી રહ્યો છે. ત્યારે કેટલો ખાદ્ય પદાર્થનો પેકિંગ બંધ જથ્થો લોકડાઉન ખુલતા વેપારીઓ દ્વારા બજારમાં ખુલ્લે આમ વેચાણ કરી વેપારીઓ પોતાનો લાભ ખાટવા માટે ક્યાંક નિર્દોષ લોકોની જીંદગી સાથે ચેડાં કરતા હોઈ તેમ બજારમાં વેચાણ કરી રહ્યા છે. ત્યારે એક તરફ કોરોના વાઈરસને લઇ લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામેલ છે. ત્યારે આવા વેપારીઓના કારણે નિર્દોષ લોકો અન્ય રોગચાળો ફાટવાની દેહશત સેવાઈ રહી છે. ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા આ લેભાગુ વેપારીઓ સામે પગલાં લઈ એક્સપાયરી ડેટનો ખાધ્ય પદાર્થનો જથ્થો નાસ કરશે ખરું ? તે જોવાનું રહ્યું ત્યારે આવનાર દિવસમાં તંત્ર કેવા પગલાં લેશે તે જોવાનું રહ્યું ?

error: Content is protected !!