Friday, 22/11/2024
Dark Mode

ધાનપુરના રામપુરમાં ધાડપાડુઓ ત્રાટક્યા:રોકડ રકમ સહીત એક લાખ ઉપરાંતનું મુદામાલ લૂંટી ફરાર:પોલિસ તપાસમાં જોતરાઈ

ધાનપુરના રામપુરમાં ધાડપાડુઓ ત્રાટક્યા:રોકડ રકમ સહીત એક લાખ ઉપરાંતનું મુદામાલ લૂંટી ફરાર:પોલિસ તપાસમાં જોતરાઈ

 મઝહર અલી @ મકરાણી @ દે.બારીયા 

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં આવેલ રામપુર ગામે ૧૦ થી ૧૫ જેટલા અજાણ્યા બુકાની ધારીઓએ લૂંટ ચલાવી ફાયરિંગ કરી એકને ગંભીર ઇજા કરી ફરાર,૧૦ થી ૧૫ જેટલા યુવાનો આદિવાસી ગુજરાતી બોલતા લૂંટારુઓ, રૂ.૧,૨૫,૦૦૦/- ના દાગીના અને રોકડની લૂંટ, લૂંટ ચલાવી લૂંટારૂ એ જતાં જતા ફાયરિંગ કર્યું હોવાનું જણાવતા સ્થાનિકો, પોલિસ તપાસમાં જોતરાઈ

.
દે.બારીઆ :-20

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના રામપુર ગામે ૧૦ થી ૧૫ જેટલા ૨૦ થી ૩૫ વર્ષની ઉંમરના આદિવાસી ગુજરાતી ભાષા બોલતા લૂંટારૂ ત્રાટક્યા રોકડ સહિત દાગીનાની લૂંટ ચલાવી ફાયરિંગ કરતા એકને ગંભીર ઇજા લૂંટનો બનાવ બનતા પંથકમાં ફફડાટ ફેલાયો.

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના રામપુર ગામે દેવ ફળિયામાં રહેતા શનાભાઈ સોકલાભાઈ ગુડિઆ રાતના સમયે જમી પરવારી ઘરની બહાર ઝાડ નીચે ઉઘતા હતા. અને તેનો છોકરો અને જમાઈ ખેતરમાં ઇટો નું કામ ચાલતું હોવાથી ત્યાં સૂઈ ગયેલા તે વખતે રાત્રીના અઢી વાગ્યાના અરસામાં ઘરના દરવાજો ખખડાવાનો અવાજ આવતા હું અને મારી પત્ની બંને જણ જાગી ગયેલ ત્યારે આજુબાજુ ચાર પાંચ માણસો મોઢે કાપડ જેવું બાંધેલ હાલતમાં ઉભેલા માણસોને પૂછતા તેમાંથી એક ઈસમે શનાભાઈના માથામાં લાકડી મારતા ખાટલામાં પડી ગયેલા અને કહેલ ચૂપચાપ પડી રહેજે કઈ બોલતો નહિ જેથી તેમ કહેતા શનાભાઈ તેમજ તેમના પત્ની બંને જણા ચૂપચાપ ખાટલામાં પડી રહેલ ત્યારે દસ જેટલા અન્ય અજાણ્યા લૂંટારુઓ ઘરનો દરવાજો ખોલી અંદર ઘુસી ગયેલ ત્યારે આ શનાભાઈ અને તેમની પત્ની ચંપાબેન બંનેજણ ખાટલામાંથી ઉભા થઈ બૂમાબૂમ કરવા જતાં એક લૂંટારૂ એ શનાભાઈના બરડામાં લાકડી મારતા તેમ શનાભાઈ તેમજ તેમની પત્ની ત્યાંથી ભાગવા લાગેલ તે વખતે ઈંટોના ભટ્ટા ઉપર ઊંઘતા તેઓનો છોકરો ગુરસિંગ તેમજ જમાઈ ભોંપત મનસુખ બારીયા નાઓ ભઠ્ઠા ઉપર થી દોડતા જઈને ઘર તરફ આવતા આ ચોર લૂંટારુઓ પણ ઘરમાંથી ચોરી કરી ભાગતા હતા. તે સમયે કોઈ ચોર લૂંટારુઓ એ બંદૂકમાંથી ફાયરિંગ કરતા ગુરસિંગ તેમજ ભોપત અને બંનેને બંદૂકના છરા વાગતા ગંભીર ઈજાઓ થયેલ જ્યારે બૂમાબૂમ થતાં આસપાસના લોકો પણ દોડી આવ્યા અને ચોર લૂંટારુઓ જંબુસર તરફના જંગલ તરફ ભાગી ગયેલા ત્યારે ઘરમાં સૂતેલા રમેશ શનાભાઈને જઇ જોતા તેને કહેલ કે તું મજૂરીએ

થી પૈસા લાવ્યો છે. તે ક્યાં મૂક્યા છે ? અને રકમો ક્યાં મૂકી છે ? તેમ કહેતા રમેશ કોઈ રૂપિયા નથી તેમ કહેતા તેની પત્નીએ પહેરેલ કં દારો સોનાની જડ તેમજ ઘરમાં લાકડાના કબાટ તોડી તેમાં મુકેલ સોના ચાંદીના ઘરેણા તેમજ રોકડ એક લાખ રૂપિયા મળી કુલ ૧,૨૫,૦૦૦/- દર દાગીના લઈ લુંટારૂઓ ફરાર થઈ ગયા હતા. ત્યારે આ બનાવની જાણ ધાનપુર પોલીસ મથકે કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી અજાણ્યા ૧૦ થી ૧૫ જેટલા આદિવાસી ગુજરાતી ભાષા બોલતા લૂંટારૂઓ વિરુદ્ધ શનાભાઈ સોકલાભાઈ ગુડિયાએ ગુન્હો નોધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે આ લૂંટારુઓ દ્વારા કરવામાં આવેલ ફાયરિંગમાં ગુરસિંગ તેમજ જમાઈ ભોપત્ત મનસુખને શરીરે બંદૂકના છરા વાગતા ગંભીર ઇજા થતાં તેમને દેવગઢબારિયા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યા ગંભીર ઇજા હોવાના કારણે વધુ સારવાર અર્થે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ત્યારે આ લૂંટના બનાવને લઇ પંથકમાં ફફડાટ ફેલાઈ જવા પામેલ છે.

error: Content is protected !!