ગરબાડામાં પીકઅપ ગાડીમાં કતલખાને લઈ જવાતા મૂંગા પશુઓને બચાવતી પોલીસ.. પીકઅપના ચાલકની અટક:એક ફરાર, કુલ ત્રણ સામે ફરિયાદ 

Editor Dahod Live
2 Min Read

રાહુલ ગારી :- ગરબાડા 

ગરબાડામાં પીકઅપ ગાડીમાં કતલખાને લઈ જવાતા મૂંગા પશુઓને બચાવતી પોલીસ..

પીકઅપના ચાલકની અટક:એક ફરાર, કુલ ત્રણ સામે ફરિયાદ 

પોલીસે 3,95 હજારનો મુદ્દામાલ કબજે કર્યો. 

ગરબાડા તા. ૪

ગરબાડા પોલીસ ને બાતમી મળેલ કે ગરબાડાની માધ્યમિક શાળા પાસેથી પીક અપ જીપમાં ક્રૂરતા પૂર્વક ગૌવંશ ભરીને પસાર થનાર છે જે આધારે ગરબાડા પોલીસ વોચ ગોઠવતા પીકપ ગાડીમાં ચાર ગૌવંશ ક્રૂરતાપૂર્વક બાંધેલા જોવા મળ્યા હતા જો કે પોલીસને જોઈને ગાડીમાં સવાર બંને વ્યક્તિઓ ભાગવા લાગ્યા હતા પોલીસે પીછો કરતા પીકઅપ નો ચાલક ઝડપાઇ ગયો હતો જે ઘટના સંદર્ભે ગરબાડા પોલીસે કુલ ત્રણ ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર તારીખ 4 ના ગરબાડા પોલીસના માણસો પ્રોહીબિશનની તપાસમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે ગરબાડા માધ્યમિક શાળા પાસેથી ગૌવંશ ભરીને કતલખાને લઈ જતી એક પીકપ પસાર થનાર છે જે બાતમી આધારે ગરબાડા પોલીસે બાતમી વાળી જગ્યાએ વોચ ગોઠવતા એક સફેદ કલરની પીક અપ જીપ જોવા મળી હતી જોકે પોલીસને જોઇને જીપ માં સવાર જીપનો ચાલક અબરૂ ચંદુ મેડા તથા મુકેશ જોરસિંગ મેડા રહે મોટી મલું બંને પીકપ ગાડી મૂકીને ભાગવા લાગ્યા હતા જો કે પોલીસે પીછો કરતા પીકપ ગાડી નો ચાલક પકડાઈ ગયો હતો ત્યારબાદ ગાડીમાં જોતા તેમજ તેની પૂછપરછ કરતા પીકપ ગાડીમાં કૂર તા પૂર્વક ટૂંકા દોરડા વડે પાણી અને ઘાસચારો રાખ્યા વિના દયનીય રીતે ત્રાસ દાયક ચાર ગૌવંશ બાંધી રાખેલ જોવા મળ્યા હતા જે ગૌવંશ ધાનપુર કતલખાને લઈ જતા હોવાનું જાણવા મળેલ હતું તેમજ મધ્યપ્રદેશના ભાંડા ખેડા ના દરિયા સળિયા ડામોરે આ ગૌવંશ પીકઅપ ગાડીમાં તેમને કૃરતા પૂર્વક ભરી આપેલ હોય જેથી તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આમ ગરબાડા પોલીસના માણસોએ કતલખાને લઈ જવાતા ચાર ગૌવંશને બચાવી લીધા હતા..

Share This Article