દાહોદમાં કોરોના મહામારીને વધુ વકરતા રોકવા કલેક્ટરશ્રીની મહત્વપૂર્ણ જાહેરાત:શહેરના નાના ડબગર વાડને “કંટેઇન્મેન્ટ એરીયા” તેમજ ગૌશાળા, કોર્ટરોડ તેમજ નાના ઘાંચીવાડને”બફરઝોન”જાહેર કરાયો

Editor Dahod Live
2 Min Read

જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.૧૮

દાહોદમાં છેલ્લા ત્રણ દિવસથી સતત કેસોમાં વધારો થતાં દાહોદ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે. દાહોદમાં કોરોના સંક્રમિતોનો કુલ આંકડો ૨૬ પર પહોંચ્યો છે અને એક્ટીવ કેસો ૧૦ રહેવા પામ્યો છે. આવા સમયે દાહોદ જિલ્લા કલેક્ટર દ્વારા દાહોદ નગરપાલિકા વિસ્તારમાં આવેલા ડબગરવાસ વિસ્તારને કન્ટેઈમેન્ટ એરીયા જાહેર કરેલ છે તથા તેની આસપાસના આવેલા વિસ્તારોને બફર ઝોન ઝાહેર કરવામાં આવ્યા હોવાનુ સત્તાવાર માહિતી મળેલ છે.

દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડી દ્વારા જણાવ્યા અનુસાર, દાહદોદ નગરપાલિકા વિસ્તારમાં આવેલા નાના ડબગરવાડ વિસ્તારને કોવીડ – ૧૯ કન્ટેઈનમેન્ટ એરીયા તરીકે જાહેર કરવામાં આવેલ છે. આ વિસ્તારના એન્ટ્રી અને એક્ઝીટ પોઈન્ટ પર થર્મલ સ્ક્રીનીંગ કરવાનું, આ વિસ્તારને આવરી લેતા મુખ્ય માર્ગાે પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, આવશ્યક ચીજવસ્તુઓ અને સરકારી વ્યવસ્થાપનની સાત્તયતા જાળવવા સિવાયની પરવાનગી વગર વસ્તીની આવન – જાવનની પ્રવૃતિઓ ન થાય તે મુજબ નિયંત્રણ કરવામાં આવનાર છે, જરૂરી બેરીકેટીંગ પણ કરી દેવામાં આવ્યું છે, કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં સર્વેલન્સ, ટેસ્ટીંગ, સેનેટરાઈઝીંગ સહિતની કામગીરી કરી દેવામાં આવી છે, આવશ્યક ચીજવસ્તુઓ, કન્ટેઈનમેન્ચ વિસ્તારમાં પુરી પાડવાની વ્યવસ્થા ચીફ ઓફીસર દાહોદએ મામલતદારના સંકલનમાં રહીને કરવાની રહેશે તેમ પણ કલેક્ટર દ્વારા જણાવાયું છે, વધુમાં જાણવા મળ્યા અનુસાર, દાહોદ નગરપાલિકા વિસ્તારમાં ઉપર મુજબના જાહેર કરાયેલા કન્ટેઈનમેન્ટ એરીયા ઉપરાંત જુના કોર્ટ રોડ, ગૌશાળા, દૌલતગંજ બજાર અને નાના ઘાંચીવાડ વિસ્તારને બફર ઝોન તરીકે જાહેર કરી આ વિસ્તારોને સીલ કરી દેવામાં આવ્યા છે. આ વિસ્તારમાં આવશ્યક ચીજ વસ્તુઓ, સેવાઓના પુરવઠા સંબંધીત અવર જવર માટે માત્ર એકજ માર્ગ ખુલ્લો રાખવાનું જણાવાયું છે, આવશ્યક ચીજવસ્તુઓની ખરીદી માટે સવારે ૦૭.૦૦ કલાક થી ૧૧.૦૦ કલાક દરમ્યાન જ મુક્તિ આપવામાં આવી છે. વધુમાં કલેક્ટર દ્વારા જણાવ્યા અનુસાર, આ હુકમનો ભંગ કરના ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ જણાવાયું છે.

Share This Article