દાહોદ તા.૧૬
દાહોદમાં અત્યાર સુધી ૧૮ પોઝીટીવ કેસો નોંધાયા હતા ત્યારે આજરોજ વધુ બે કેસો પોઝીટીવ આવતાં કોરોના પોઝીટીવનો આંકડો ૨૦ ઉપર પહોંચવા પામ્યો છે. આજે સવારે પાંચ દર્દીઓને સરકારની નવી ગાઈડ લાઈન પ્રમાણે રજા પણ આપવામાં આવી હતી. આજે વધુ બે કેસોમાં એક ૨૩ વર્ષીય યુવતી દાહોદના કસ્બા વિસ્તારની છે અને બીજા એક ૫૬ વર્ષીય આધેડ મહિલા ધાનપુરના મલુ ગામની છે. આ બંન્નેના આરોગ્ય તંત્રએ ટ્રાવેલીંગ ઈતિહાસ અને સંપર્કાેના તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.