મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલીમાં નળસે જલ યોજના પોકળ સાબિત થઈ.
નલસે જળ યોજનામાં ૨૦ ટકા કામગીરી સામે 60% રકમ એક કરોડ 60 લાખ ચૂકવી દેતા ગ્રામજનોમાં રોષ.
વાષ્માના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સંજેલી પંચાયતની સાંઢગાંઠની મિલીભગતની નગરમાં ચારે કોર ચર્ચા.
સંજેલી નગરમાં પાણી માટે વેલખા મારતી પ્રજા અનેક વખત તંત્રને રજૂઆત છતાં તંત્ર ગોર નિંદ્રામાં.
નલશે જળ યોજનાના 3 કુવા છે તો ક્યાં આવેલા છે? જુના કુવા પર મીટર કેમ નાખવામાં આવિયુ?
પ્રતિનિધિ સંજેલી..
સંજેલી નગરના લોકોની સ્થિતિ ખૂબજ દયનીય લોકોને પિવાના પાણી માટે દૂર દુર સુધી ભટકવાનો વારો આવ્યો છે. સરકાર દ્વારા લોકોને પિયાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી છે પરંતુ નળસે જળ યોજના પોકળ સાબીત થઈ છે. નળશે જળ યોજનામાં પંચાયત દ્વારા ૨૦ ટકા કામગીરી સામે 60% રકમ 1 કરોડ 60 લાખ ચૂકવી દેતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહીયો છે. માર્કેટ ફળિયું,કોતેડા ફળિયું,ભાણપુર ફાટક,હોળી ચકલા,ભુરીયા ફળિયુ,જગત ફળીયુ,ભગત ફળિયુ તેમજ આખા સંજેલીનગર નળસેજલની અધુરી કામગીરી નગરના ગ્રામજનો પાણી માટે રાહ જોતા આંખમાંથી આંસુ પણ આવી ગયા છતાં આ નળનું પાણી ના આવ્યું. અનેક જગ્યાઓ પર સ્થળ પર ખાડો પણ ખોદવામાં આવ્યો નથી ભુરીયા ફળિયા સહિત જગત ભગત ફળિયામાં પાણી માટે લાઈન પણ ખોદાઈ નથી લગભગ 40 જેટલા મકાનો અને ત્રણ જેટલા ફળિયામાં નળસે જલ યોજનાની પાઇપ પણ નાખવામાં આવી નથી હોળી ફળિયા વિસ્તારમાં વર્ષોથી ચાલતી જૂની ચાલુ લાઈન તોડી પાડી અને નળ સેજલ યોજનાના કોન્ટ્રાક્ટર દ્વારા જીસીબી દ્વારા આડેધડ ખોદકામ કરી તોડી પાડી કોન્ટ્રાક્ટર અધુરી કામગીરી મૂકીને ગાયબ થઈ ગયા લોકો આજ દિન સુધી પાણીની રાહ જોઈ રહ્યા છે પંચાયત તંત્રને લેખિત મૌખિક અનેક વાર રજૂઆત છતાં તંત્રનું પણ પેટનું પાણી પણ હલતું નથી બીજા અનેક ફળિયામાં જલ સે નળ યોજનામાં ખાડો પણ પાડવામાં આવ્યો નથી અને પંચાત દ્વારા 70% કામ પૂર્ણ થયાની રકમ ચૂકવી દેવામાં આવી છે ત્યારે સ્પષ્ટ જોવા રહ્યું છે કે કોન્ટ્રાક્ટર અને તંત્રની ગાંઠ સાંઢથી નળસે જળ યોજનામાં લાખો કરોડોનું કૌભાંડ આચાર્ય હોવાની ગ્રામ સભામાં પણ ચર્ચા થઈ છે આ કૌભાંડને લઈ ગ્રામસભામાં પણ ગ્રામજનો ભારે હોબાળો મચાવ્યો હતો નળશે જળ યોજનામાં ૨૦ ટકા કામગીરી સામે 60% રકમ ચૂકવી દેતા કોન્ટ્રાક્ટ સામે ગુનો નોંધવા ગ્રામજનોએ સરપંચ અને તલાટીનો ઘેરોવો પણ કર્યો હતો ત્યારે તલાટી સરપંચ દ્વારા મૌન ધારણ કરી એક બાજુ શાંતિથી બેસી રહ્યા હતા પંચાયત તંત્રની કોન્ટ્રાક્ટર સામે મીલી ભગત હોય તેમ મોડામાં મગ નાખીયા કે
કોન્ટ્રાક્ટરને બચાવ કરાવવા માટે કે પોતાનો બચાવ કરવા માટે પંચાયત તંત્ર મૌન રહિયા ગ્રામજનો કોન્ટ્રાક્ટર સામે 420 નો ગુનો દાખલ કરવા માટે હોબાળો મચાવ્યો ત્યારે સરપંચ તલાટી દ્વારા પીછે હટ થઇ ગયા કોન્ટ્રાક્ટરને કાગળ લખ્યા છે તે આવે છે કહી ગ્રામજનોને થાળે પડ્યા હતા.જોકે નલ સે જલ યોજનામાં પાઇપલાઇન તો નાખી છે પણ આજ દિન સુધી ટીપુ પાણી આવ્યું જ નથી અમે પાણીની રાહ જોતા જોતા આંખોમાંથી પાણી આવી ગયું પણ નળમાં પાણી ન આવ્યું અમારે પીવાના પાણી માટે બીજી બાજુ ભટકવું પડે છે તંત્ર દ્વારા વહેલી તકે પાણી આપે તેની તેવી માંગ છે.