રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ એલસીબી પોલીસની કાર્યવાહી:ખેપીઓ વાહન સ્થળ પર મૂકીને ભાગ્યો.
લીમખેડાના ઘોડાઝર ચોકડી પરથી વિદેશી દારૂ ભરેલી તુફાન ગાડી ઝડપાઈ,3.92 લાખનો મુદ્દામાલ કબ્જે લેવાયો..
લીમખેડા તા.11
દાહોદ એલસીબી પોલીસે બાતમીના આધારે લીમખેડા તાલુકાના ઘોડાઝર ચોકડી પાસેથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી તુંફાન ગાડીને ઝડપી લેવામાં સફળતા સાંપડી છે.જોકે પોલીસને જોઈ ખેપીયો વિદેશી દારૂ ભરેલી ગાડી સ્થળ પર છોડીને ફરાર થઈ જતા એલસીબી પોલીસે 1.92 લાખ ઉપરાંત નો વિદેશી દારૂ તેમજ ₹2,00,000 કિંમતની તુફાન ગાડી મળી 3.92 લાખ ઉપરાંત નો મુદ્દામાલ કબ્જે લઇ પ્રોહિબિશનની હેરફેરમાં સંકળાયેલા વટેડા ગામના ખેપિયા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર લીમખેડા તાલુકાના વટેડા ગામનો રમેશ સુક્રમભાઈ બારીયા પોતાના કબજા હેઠળની Gj-02-CA-4583 નંબરની તુફાન ગાડીમાં મધ્યપ્રદેશના અલીરાજપુર વરજર ગામથી વિદેશી દારૂનો જથ્થો ભરી લીમખેડા તરફ આવતો હોવાની બાતમી દાહોદ એલસીબી પીઆઇ કે. વી.ડીંડોર ને મળતા એલસીબીની ટીમે બાતમીના આધારે લીમખેડા તાલુકાના ઘોડાઝર ચોકડી પર વોચ ગોઠવતા સામેથી બાતલીમાં દર્શાવેલ તુફાન ગાડી આવતા એલસીબી ની ટીમ સાબદી બની હતી પરંતુ વિદેશી દારૂનો જથ્થો લાવનાર ચાલક પોલીસને જોઈ દારૂ ભરેલી ગાડી સ્થળ પર મૂકી ફરાર થઈ જતા એલસીબી પોલીસે ગાડીની તલાસી લેતા તેમાંથી ભારતીય બનાવતા વિદેશી દારૂની જુદા જુદા માર્કની 38 પેટીઓ તેમજ 114 જેટલી છૂટી બોટલો સહીત કુલ 1458 બોટલની 1,92,750 રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે વિદેશી દારૂ તેમજ 2 લાખ કિંમતની તુફાન ગાડી મળી 3.92 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ લીમખેડા તાલુકાના વટેડા ગામના ખેપિયા વિરુદ્ધ પ્રોહીબિશન અંગેનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.