લોકડાઉન 3.0 : રેલ્વે 12 મે થી ગણતરીની ૧૫ મુસાફરોની ટ્રેન સેવા ફરી શરૂ કરશે

Editor Dahod Live
1 Min Read

લોકડાઉન 3.0 : રેલ્વે 12 મે થી ગણતરીની ૧૫ મુસાફરોની ટ્રેન સેવા ફરી શરૂ કરશે

આવતીકાલથી ઓનલાઇન બુકિંગ પ્રારંભ થશે. પ્રથમ રાઉન્ડમા અમદાવાદ સામેલ

Contents

તા. ૧૦

          રાષ્ટ્રીય ટ્રાન્સપોર્ટરે રવિવારે જણાવ્યું હતું કે ભારતીય રેલ્વે ધીમે ધીમે 12 મેથી પેસેન્જર ટ્રેનનું સંચાલન શરૂ કરશે,  શરૂઆતમાં ગણતરીની 15 ટ્રેનો ધમધમશે,    આ ટ્રેનો ડિબ્રુગડ, અગરતલા, હાવડા, પટના, બિલાસપુર, રાંચી, ભુવનેશ્વર, સિકંદરાબાદ, બેંગલુરુ, ચેન્નાઈ, તિરુવનંતપુરમ, મડગાંવ, મુંબઇ સેન્ટ્રલ, અમદાવાદ અને જમ્મુતાવીને જોડતા નવી દિલ્હી સ્ટેશનથી વિશેષ ટ્રેનો ચલાવવામાં આવશે.

આવતીકાલથી ઓનલાઇન બુકિંગ પ્રારંભ થશે. પ્રથમ રાઉન્ડમા અમદાવાદ સામેલ કરવામા આવેલ છે.

25 માર્ચે જાહેર થયેલી લોકડાઉનને કારણે તમામ પેસેન્જર ટ્રેન સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી હતી.

Share This Article