
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકા પંચાયત કચેરી ખાતે દેશનાં રાષ્ટ્રપતિનાં વરદ હસ્તે આયુષ્માન ભવઃ કાર્યક્રમનું ઇ-લોકાર્પણ યોજાયું.
ગરબાડા તા. :- ૧૩
૧૩/૦૯/૨૦૨૩ ના રોજ ગરબાડા તાલુકા પંચાયત સભાખંડ ખાતે ૧૨.૦૦ કલાકે દેશ ના માનનીય રાષ્ટ્પતિ શ્રીમતી દ્રોપદી મૂર્મુજી ના વરદ હસ્તે આયુષ્માન ભવઃ કાર્યક્રમ નું ઇ – લોકાર્પણ કરવામાં આવ્યું,આ કાર્યક્રમ અંતર્ગત લાભાર્થીઓને આરોગ્યની વિવિધ યોજનાઓ થી મહિતગાર કરવામાં આવ્યા જેમાં ટીબી મુક્ત ગ્રામ પંચાયત અને નીક્ષ્ય મિત્ર ની પણ ચર્ચા કરવામાં આવી ,આજન આ કાર્યક્રમ માં તાલુકા વિકાસ અધિકારી શ્રી હિરલ પટેલ ,તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડો એ આર ડાભી,તાલુકા આરોગ્ય મેલ સુપરવાઈઝર,તાલુકા ટીબી સુપરવાઈઝર ,આરોગ્ય સ્ટાફ,તથા તાલુકાની મહિલા સખી મંડળની બહેનો હાજર રહી હતી. ત્યારબાદ ટીબી મુક્ત ગ્રામ પંચાયત અંતર્ગત તાલુકા વિકાસ અધિકારી શ્રી અને તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા સમજાવવામાં આવ્યું અને ટીબી IEC પેમ્પ્લેટ વિતરણ કરી ત્યારબાદ ટીબી ના દર્દી ને દતક લીધેલ નિક્ષયમિત્ર બનેલ લોકોને નિક્ષય મિત્ર સર્ટિફિકેટ આપી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.