રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ શહેર જિલ્લામાં સરકારી દુકાન સંચાલકોની હડતાળનો અંત..
આજ રોજ દુકાન સંચાલકોની માગણીઓનો સ્વીકાર કરતા જથ્થો ઉપાડ્યો અને રેશન કાર્ડ ધારકોને તહેવારના દિવસોમાં અનાજ મળવાના સમાચાર મળતા ગરીબોમાં ખુશીની લહેર છવાઈ જવા પામી હતી..
દાહોદ તા. ૩
દાહોદ શહેર સહિત જિલ્લાભરમાં સરકારી દુકાન સંચાલકો દ્વારા અસહકાર આંદોલન અંતર્ગત આ માસની પહેલી તારીખથી તમામ દુકાનોમાં અનાજ વિતરણ બંઘ કરી દેતા ગ્રાહકોને તહેવાર ટાણે જ હાલાકી ભોગવવી પડી હતી. દાહોદ તાલુકાની 150 દુકાનો બંધ રહી હતી ત્યારે સાથે સાથે દાહોદ જિલ્લાની પણ તમામ દુકાનો બંધ રહી હતી ગુજરાતના વ્યાજબી ભાવની દુકાનોના સંચાલકોની માગણીઓ બાબતે 20,000 મીનીમમ કમિશનની માગણીનો સ્વીકાર કરવામા આવ્યો હતો
સરકારી અનાજ દુકાનના સંચાલકો વર્ષ 2022 થી કેટલાક પડતર પ્રશ્નોને લઈ સરકાર પાસે માગણીઓ કરી રહ્યા હતા જે માટે સરકાર દ્વારા બાહેધરી અપાઇ હતી દાહોદ શહેર તાલુકા સહિત જિલ્લાની તમામ દુકાનો બંધ રહી હતી જેથી આગામી જન્માષ્ટમી, ગણેસ ચતુર્થી,દિવાળી,નવરાત્રી જેવા તહેવારો ના ટાણે જ સરકારી અનાજ ન મળવાની ચિંતા ગ્રાહકો મા પ્રસરી હતી ત્યારે સરકાર દ્વારા સરકારી અનાજની દુકાનોના સંચાલકોની માગનીઓનો સ્વીકાર કરતા અસહકાર ચળવળ નો અંત આવ્યો હતો અને સરકારી અનાજની દુકાનોના સંચાલકો તાત્કાલીક કસોટી ચલણ જનરેટ કરી બેન્ક મા પેસા જમા કરાવી માલ ઉપાડી તહેવાર ટાણે ગ્રાહકો સુઘી અનાજ પહોંચે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી.