
રાહુલ ગારી :- ગરબાડા
દાહોદ તાલુકાના નગરાળા ગામે ઝાડ પડવાથી મરણ પામેલા રાહદારીના પરિવારજનોને સહાયનો ચેક અર્પણ કરાયો..
ગરબાડા તાલુકાના નગરાળા ગામના યુવકનું ઝાડ પડવાથી અકસ્માતમાં મૃત્યુ પામેલા મૃતકના પરિવારજનોને ધારાસભ્ય મહેન્દ્ર ભાભોરના હસ્તે સહાયનો ચેક વિતરણ કરવામાં આવ્યું
ગરબાડા તા.07
દાહોદ તાલુકાના નગરાળા ગામે 19 વર્ષીય માવી રાયકલ ભાઈ રમસુભાઈ જેસાવાડા મેન હાઇવે રસ્તા ઉપરથી ચાલતા જઈને પસાર થઈ રહ્યા હતા. જેમાં વરસાદના કારણે આકસ્મિક રીતે રાયકલભાઈ ઉપર વૃક્ષ પડતા તેઓનો મોત નીપજ્યું હતું.જે ઘટનાની જાણ તલાટી તેમજ સરપંચ અને તાલુકા વિકાસ અધિકારીને કરાતા તેઓએ પંચકેચ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં આજે ગરબાડા ના ધારાસભ્ય મહેન્દ્ર ભાભોરના હસ્તે રાયકલભાઈ ના પરિવારને ચાર લાખનો ચેક સરપંચો માવી રમણભાઈ તેમજ તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા પ્રમુખ તેમજ તાલુકા સભ્યોની ઉપસ્થિતિમાં પરિવારને આપવામાં આવ્યો હતો.