દેવગઢ બારીયાના ભડભામાં જુગારધામ પર દરોડો, ચાર ઝડપાયા, ત્રણ ફરાર, 75,650નો મુદ્દામાલ
દેવગડબરીયા તા.1
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા પોલીસે ભડભા ગામે જાહેરમાં રમાતા પૈસા વડે પત્તા-પાનાના હારજીતના જુગાર પર મોડી સાંજે છાપો મારી ચાર જુગારીઓને રોકડ, મોબાઈલ, મોટર સાયકલો વગેરે મળી રૂા. 75,650ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા જ્યારે ત્રણ જુગારીઓ નાસી જવામાં સફળ રહ્યા હતા.
દેવગઢ બારીયા તાલુકામા જુગારની બદીમા વધારો દેવગઢ બારીયાના મોતીપુરા ગામે ગઈકાલે જ પોલીસે દરોડો પાડી જુગારિયાઓને ઝડપી પાડયા હતા. આ પહેલા પણ દેવગઢ બારીયા તાલુકામા જુગાર અને વરલી મટકાના ગુના થોડા દિવસોમા જ નોંધાયા હતા.ત્યારે ફરી આ જ તાલુકાના ભડભા ગામે પત્તા પાના વડે જાહેરમાં હારજીતનો જુગાર રમાતો હોવાની મળેલ બાતમીના આધારે દે.બારીયાવ પોલિસે ભડભા ગામે રમાતા ઓચિંતો છાપો મારતાં જુગાર રમી રહેલા જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. બે મોટર સાયકલ પણ જપ્ત કરી
જેમાં પોલીસે જુગાર રમી રહેલા દે.બારીયાના ભુવાન ગામના રાજુભાઈ ફતેસીંગભાઈ પટેલ, પ્રકાશભાઈ મંગળસિંહ બારીયા, ભુપતભાઈ પારસીંગભાઈ પટેલ તથા ડાંગરીયા ગામના લક્ષ્મણભાઈ નાયકાભાઈ પટેલને ઝડપી પાડી તેઓની અંગઝડતી લઈ અંગઝડતીના તથા દાવ પરના મળી કુલ રૂપિયા 10,650ની રોકડ, રૂપિયા 5000ની કુલ કિંમતના બે મોબાઈલ ફોન તથા રૂપિયા 60,000ની કુલ કિંમતની બે મોટર સાયકલ તેમજ પત્તાની કેટ મળી રૂા. 75,650ના મુદ્દામાલ ઝડપી પાડી કબજે લીધો હતો. જ્યારે ભડભા ગામના સંજયભાઈ નરવતભાઈ પટેલ, શંકરભાઈ વિનોદભાઈ પટેલ તથા ભુવાલ ગામના કિરણભાઈ પર્વતભાઈ પટેલ પોલીસને ચકમો આપી નાસી ગયા હતા. આ સંબંધે દેવગઢ બારી પોલીસે ઉપરોક્ત પકડાયેલા તથા નાસી ગયેલા મળી કુલ સાત જણા વિરૂધ્ધ જુગારનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.