ગરબાડા:ભીલવાના કોરોના સંક્રમિત યુવકના સંપર્કમાં આવેલા પીએસઆઈ સહીત ત્રણ પોલીસકર્મી હોમ કોરોનટાઇન કરાયાં

Editor Dahod Live
1 Min Read

 વિપુલ જોષી @ ગરબાડા  

ભીલવાના કોરોના પોઝીટીવ યુવકના સંપર્કમાં આવ્યા હોવાના કારણે
ગરબાડા PSI સહિત ત્રણ પોલીસ કર્મી હોમ ક્વોરન્ટાઈન કરાયાં,ગરબાડાના ભીલવાના યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવતાં ગરબાડા સહિત સમગ્ર દાહોદ જિલ્લા માં પણ ખળભળાટ મચ્યો હતો, કોરોના પોઝિટિવ આ યુવક તેના મિત્ર સાથે બાઇક પર રખડવા નીકળ્યો હતો,ત્યારે તેમની બાઇક ડિટેઇન કરવામાં આવી હતી તે વેળા ગરબાડા પીએસઆઈ સહિત ત્રણ પોલીસકર્મી  તેના સંપર્કમાં આવ્યા હતા,જે બાબતની તકેદારીના ભાગરૂપે  ગરબાડા પીએસઆઈ સહિત ત્રણ પોલીસ કર્મીઓને  હોમ કોરોન ટાઇન કરવામાં આવ્યા,

ગરબાડા તા.16

ગરબાડા તાલુકાના ભીલવા ગામનો કોરોના પોઝિટિવ 27 વર્ષીય યુવક તેના મિત્ર પરેશ લીમ્બા બારીયાની બાઇક પર બેસીને તારીખ 12 મી ના રોજ ગરબાડામાં લટાર મારવા નીકળ્યા હતા. તે વેળા ગરબાડા પી.એસ.આઇ દ્વારા તેની બાઇક ડિટેઇન કરવામાં હતી.અને બાઈકની ચાવી કાઢી જે ચાવી તેઓએ ટ્રાફિક કોન્સ્ટેબલને આપી હતી. જ્યારે તે બાઈક  તાલીમાર્થી જવાન ગરબાડા પોલીસ સ્ટેશને મૂકવા ગયો હતો.આમ કોરોના પોઝીટીવ  યુવકની બાઈક ડિટેઈન કરી હોવાથી ગરબાડાના પીએસઆઈ ટ્રાફિક કોન્સ્ટેબલ  તેમનો ડ્રાયવર અને એક તાલીમાર્થીને તકેદારીના ભાગરૂપે હોમકોરોનટાઇન કરવામાં આવ્યા હતા.ગરબાડા પીએસઆઈને હોમકોરોનટાઇન કરાતા તેમની જગ્યાએ નવા પીએસઆઈ તરીકે એ એ રાઠવા એ ચાર્જ સંભાળ્યો છે.

Share This Article