દે.બારિયા સ્પોર્ટસ સંકુલમાં DLLS હોસ્ટેલના ૩૧ જેટલાં બાળકોને ઝાડાઉલ્ટી – ચક્કર સાથે તબિયત બગડતાં દોડધામ મચી

Editor Dahod Live
2 Min Read

દે.બારિયા સ્પોર્ટસ સંકુલમાં DLLS હોસ્ટેલના ૩૧ જેટલાં બાળકોને ઝાડાઉલ્ટી – ચક્કર સાથે તબિયત બગડતાં દોડધામ મચી 

અસરગ્રસ્ત બાળકોને રાત્રે તો કેટલાંકને સવારે હોસ્પિટલ ખસેડાયા:પીવાના પાણીમાં સમસ્યા હોવાથી અસર થઈ હોવાની આશંકા..

દે.બારીયા તા.૨૭

દેવગઢ બારિયા નગરના સ્પોર્ટસ સંકુલમાં આવેલી DLLS હોસ્ટેલમાં રહેતાં 31 બાળકોને રાતના સમયે એકાએક ચક્કર, ઉલટી અને ઝાડાની સમસ્યા થતાં દોડધામ મચી ગઇ હતી. કેટલાંક બાળકોને રાતોરાત તો કેટલાંક બાળકોને સવારે દવાખાને ખસેડીને સારવાર આપવામાં આવી હતી. જોકે, સદભાગ્યે તમામ બાળકોની બાળકોની તબિયત સ્થિર છે. પીવાના પાણીમાં કોઇ સમસ્યાને કારણે બાળકોને ભોગ બનવું પડ્યુ હોવાનું હાલમાં અનુમાન લગાવાઇ રહ્યુ છે.

દાહોદ જિલ્લાના બાળકો વિવિધ રતમમાં નિષ્ણાંત બને તે માટે દેવગઢ બારિયા સ્પોર્ટસ સંકુલની DLLS હોસ્ટેલમાં રહીને તાલુકાની જુદી-જુદી શાળાઓમાં અભ્યાસ કરે છે. રવીવારની સાંજે જમ્યા બાદ બાળકોને એકાએક કેટલાંક બાળકોને ઉલટી, કેટલાંકને ચક્કર તો કેટલાંકને ઝાડાની સમસ્યા થઇ હતી.આ બાળકોને સાંજના જમવામાં દાળ,શાળા, ભાત અને રોટલી અપાઇ હતી. જોકે, કેટલાંક બાળકોને જ અસર થઇ હોવાની બાબતથી દોડધામ મચી ગઇ હતી. બાળકોને તાત્કાલિક અસરથી દેવગઢ બારિયાના સરકારી દવાખાને ખસેડાયાં હતા.જેમા હોસ્ટેલમાં રહેતાં આકાશ પરમાર, ભવ્ય અંસારી , જનમેશ રાઠોડ, અમાન સૈયદ , નરેશ રાઠવા, વિનુ ભુરીયા, અક્ષય નિનામા,લલીત બારીયા, વિવેક લાખનોતરા, અનરા મેઘરીયા , રોનક રાકેશ, ચેતન ઠાકોર, રાણા ભરવાડ, દિત્રાન ચૌહાણ, શહીજ શેખ, યશરાજ ચૌહાણ , સાબીક અરબ, શ્લોક દેવડા, યુવરાજ ભમર, પ્રિન્સ બારીયા, વિપુલ સુસરા, સંદીપ ઠાકોર, પ્રણવ રબારી, અલ્પેશ વાડા, વંચ સોનબરા, જયદીપ વાઘેલા , વિશાલ વાઘેલા, પ્રદિપ ગુંડીયા, વિરેન્દ્ર ગોહીલ, રાહુલ બામણીયાની તબિયત બગડતાં દવાખાને ખસેડાયા હતાં. જોકે જમવામાં કોઇ જ પ્રોબલેમ નથી. બોઇઝ અને ગર્લ્સ બંનેને એ જ જમણ આપ્યુ હતું. ગર્લ્સને કોઇ જ પ્રોબલેમ થઇ નથી. સિઝન બદલાઇ છે.પાણીમાં કોઇ ઇસ્યુ રહ્યો હશે તો તે અંગે  જિલ્લા વિકાસ રમત અધિકારી કુશા ચૌધરીએ જણાવ્યું હતું.

Share This Article