જીગ્નેશ બારીયા @ દાહોદ
દાહોદ તા.10
- ઇન્દોરથી નાનાની દફનવિધિમાં આવેલી માત્ર નવ વર્ષની બાળકીને દાહોદ ખાતે કોરોના પોઝિટિવ જણાતા દાહોદ શહેરમાં એક પ્રકારનું ફફડાટ ફેલાવા પામ્યો હતો.પરંતુ વહીવટીતંત્ર તેમજ પોલીસતંત્રની સક્રિયતાને કારણે હાલ તો દાહોદ સલામત રહેવા પામ્યું છે.કોરોના પોઝિટિવ આવેલી આ બાળકીને હાલ વડોદરા ગોત્રી ખાતેની હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે પરંતુ દાહોદ ખાતે કબ્રસ્તાનમાં દફનવિધિમાં સામેલ થયેલા ઈસમો તથા તેઓના કોન્ટેક લિસ્ટમાં આવેલા ઈસમોની શોધખોળ કરી તમામને ગવર્મેન્ટ કોરનટાઈલ વિસ્તારમાં મોકલી આપેલ છે.જે પૈકી ગઈકાલે મોકલેલા નવ જેટલા દફનવિધિમાં સંકળાયેલી વ્યકિતના રિપોર્ટ નેગેટીવ આવતા તંત્ર રાહતનો દમ લીધો છે. જ્યારે આ પરિવાર અને આવા ઈસમોના કોન્ટેક્ટ લિસ્ટમાં આવેલા અન્ય ૧૨ જેટલા ઈસમોના પણ સેમ્પલ લઈને આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે અને તેના રિપોર્ટ ની રાહ જોવાઇ રહી છે સાંજ સુધીમાં આ તમામ લોકોના રિપોર્ટ આવી જશે તેવુ જિલ્લા સમાહર્તા વિજય ખરાડી એ જણાવ્યું છે.હાલ સુધી ઇન્દોર થી આવેલી બાળકી શિવાય અન્ય એક પણ કેસ કે અન્ય એક પણ આવા લક્ષણો ધરાવતા દર્દી દાહોદમાં ન હોય હાલ સુધી દાહોદ સલામત રહ્યું છે.લોકડાઉનની સફળતા અને તેની અમલવારી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોઈસર જિલ્લા સમાહર્તા શ્રી આગેવાનીમાં થઈ રહી છે તથા તેઓની સમયસરની પગલાં લેવાની સક્રિયતા ને કારણે હાલ દાહોદ સલામત લાગી રહ્યું છે ત્યારે પ્રજાએ પણ વહીવટી તંત્રની સુચનાઓનો કડકપણે અમલ કરી ઘરમાં રહી સહકાર આપવો ખૂબ જ આવશ્યક બની રહ્યો છે જોકે સમગ્ર રાજ્યમાં અને દેશમાં ઉભી થયેલી પ્રવર્તમાન પરિસ્થિતિમાં દાહોદ માટે પણ આ સપ્તાહ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે એવું લાગી રહ્યું છે
