Thursday, 21/11/2024
Dark Mode

કોરોનાનો ખતરો:વહીવટીતંત્ર દ્વારા શંકાસ્પદ વિસ્તારોમાં દવા છાંટી સૅનેટાઇઝ કરાયાં

કોરોનાનો ખતરો:વહીવટીતંત્ર દ્વારા શંકાસ્પદ વિસ્તારોમાં દવા છાંટી સૅનેટાઇઝ કરાયાં

જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.૦૯
કોરોના વાયરસના પગપેસારા બાદ સમગ્ર દાહોદ જિલ્લામાં હાલ વહીવટી તંત્ર તેમજ આરોગ્ય તંત્ર એલર્ટ બની શંકાસ્પદ વિસ્તારો સેનેટરાઈઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આવા સમયે ઈન્દૌર થી દાહોદ ખાતે દફનવિધિ માટે આવેલ વ્યક્તિઓને કોરોન્ટાઈન કરી દિધા બાદ સમગ્ર કબ્રસ્તાન તેમજ આ વ્યક્તિઓ જે તે જગ્યાએથી પસાર થયાં હતા ત્યા પણ સેનેટરાઈઝનો ઝંટકાવ કરવાની તજવીજ હાથ ધરી હતી.

દાહોદ જિલ્લામાં ૯ વર્ષીય બાળકીને પ્રથમ કોરોના પોઝીટીવ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર હરકતમાં આવી દોડતું થયું છે. ઈન્દૌર થી દાહોદ દફનવિધિ માટે કબ્રસ્તાનમાં તેમજ આ લોકો જ્યાથી પસાર થયા હતા તેવા વિસ્તારોમાં પણ સેનેટરાઈઝનો ઝંટકાવ કરવામાં આવી રહ્યો છે. કોરોના વાયરસના સંક્રમણને આગળ અટકાવવા માટે દાહોદ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા હાલ કસ્બા, કુંજડવાડ સહિત વિવિધ લઘુમતિ કોમના વિસ્તારોમાં તપાસ આદરી છે. વધુમાં આ દફનવિધિમાં વધુમાં કોણ કોણ સામેલ હતું તેમજ કોણ કોણ તેઓના સંપર્કમાં આવ્યા હતા જેવી અનેક તકેદારીના પગલાંના ભાગરૂપે તપાસનો ધમધમાટનો આરંભ કરી દેવામાં આવ્યો છે.
વધુમાં દાહોદને અડીને આવેલ મધ્યપ્રદેશ અને રાજસ્થાનના સરહદી વિસ્તાર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સહિત મેડીકલની ટીમને ખડકી દેવામાં આવી છે. જે તે વ્યÂક્તઓ અહીંથી પસાર થતાં જાવા મળે છે તેઓને અટકાવવામાં આવી રહ્યા અને દાહોદ શહેરમાં પ્રવેશ પણ હાલ આપવામાં આવતો નથી. હવે “દુધના દાખેલા છાશ પણ ફુંકી ફુકીને પીવે છે” જેવો ઘાટ સર્જાવા પામ્યો છે. સામાન્ય બિમારીનું બહાનું લઈ દાહોદ શહેરમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરતાં લોકોને જા બોર્ડર વિસ્તારમાં જ તપાસ કરી જરૂરી તબીબી સારવાર આપ્યા બાદ ત્યાથી જ પરત રવાના કરવામાં આવે તેમજ હાલ જ્યારે રાજસ્થાનના કુશલગઢ તેમજ મધ્યપ્રદેશના ઈન્દૌર જેવા હોટસ્પોટ સમાન વિસ્તારોમાંથી આવતાં લોકોને તો પ્રવેશ જ ન આપવામાં આવે તેવી લાગણી અને માંગણી દાહોદવાસીઓમાં વહેતી થવા પામી છે.

error: Content is protected !!