Saturday, 19/07/2025
Dark Mode

ગરબાડામાં સફેદ પથ્થર કાઢી ચોરી કરતા ખનન માફીયાઓ પર ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા: પથ્થરો ભરેલી બે ટ્રક ઝડપાઈ…

May 26, 2023
        1938
ગરબાડામાં સફેદ પથ્થર કાઢી ચોરી કરતા ખનન માફીયાઓ પર ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા: પથ્થરો ભરેલી બે ટ્રક ઝડપાઈ…

રાહુલ ગારી ગરબાડા 

ગરબાડામાં સફેદ પથ્થર કાઢી ચોરી કરતા ખનન માફીયાઓ પર ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા: પથ્થરો ભરેલી બે ટ્રક ઝડપાઈ…

ફિલ્મી ઢબે પીછો કરતા મજૂરો ભાગ છુટયા પથ્થર ભરેલી બે ટ્રક ઝડપાઈ.

ગરબાડા.ગરબાડામાં સફેદ પથ્થર કાઢી ચોરી કરતા ખનન માફીયાઓ પર ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા: પથ્થરો ભરેલી બે ટ્રક ઝડપાઈ...

ગરબાડા તાલુકાના ગામડે ગામડે બે નંબર માં સફેદ પથ્થર કાઢી વેચવાનો ગોરખધંધો પાછલા ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે.અવારનવાર ખાણ વિભાગ દ્વારા આવા ખનન માફીયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.છતા આ ખનન માફીયાઓ પથ્થર કાઢવા નું ચાલુ રાખ્યું છે.આજે ગરબાડા ગામના દેવભરેડા ફળિયા માં ડુંગર પર સફેદ પથ્થર ટ્રક માં મજૂર દ્વારા ભરવામાં આવી રહ્યા હતા.તે વખતે ખાણખનીજ વિભાગ દ્વારા અચાનક આ સ્થળે ત્રાટકતા કામ કરતા મજૂરો અને ટ્રક ચાલક ભાગી છુટયા હતા.અધિકારીઓ દ્વારા તેમનો પીછો કર્યો હતો પરંતું ભાગવા માં સફળ થયા હતા.ખાણ વિભાગ દ્વારા સફેદ પથ્થર ભરેલી બે ટ્રક ઝડપી પાડી હતી.સુત્રો ના જણાવ્યા અનુસાર આ ખનન માફીયાઓ ગોધરા ના છે અને અહીંથી ગેરકાયદેસર પથ્થર કાઢી મોંધા ભાવે વેંચે છે.આવી સફેદ પથ્થર ની ચોરી આખા ગરબાડા તાલુકા માં થય રહી છે.ખાણખનીજ વિભાગ કડક હાથે કાર્યવાહી કરવામાં આવે તો ખનન માફીયાઓ પકડાશે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!