દાહોદના ગોધરા રોડ પર રસ્તાના દબાણમાં આવતી મકાનની દીવાલ પાલિકા તંત્રે બુલડોઝર ફેરવ્યું….

Editor Dahod Live
2 Min Read

વસાવે રાજેશ દાહોદ

દાહોદના ગોધરા રોડ પર રસ્તાના દબાણમાં આવતી મકાનની દીવાલ પાલિકા તંત્રે બુલડોઝર ફેરવ્યું….

દાહોદ તા.૨૨

દાહોદ શહેરના ગોધરા રોડ જનતા કોલોનીમાં એક મકાન માલિક દ્વારા પોતાના રહેણાંક મકાન ફરતે રસ્તાની જગ્યાએ ગેરકાયદેસર દબાણ કરી, રસ્તાની જમીન પર દિવાલ ઉભી કરી તેમજ નીસરણી લગાવી દેતાં આ મામલે સ્થાનીક લોકોમાં ભારે આક્રોશ જાેવા મળ્યો હતો જેને પગલે સ્થાનીક જાગૃત નાગરિક દ્વારા આ મામલે દાહોદ નગરપાલિકાથી લઈ ગાંધીનગર સુધી લેખિત રજુઆત કરતાં આજરોજ દાહોદ નગરપાલિકાની ટીમે પોલીસને સાથે રાખી મકાન માલિકે કરી દેવામાં આવેલ ગેરકાયદેસર અડધુ દબાણ જેસીબી મશીનથી તોડી પાડવામાં આવ્યું હતું જ્યારે બાકીના દબાણ મામલે તંત્ર દ્વારા સોમવાર સુધીની મોહલત આપી હોવાનું જાણવા મળે છે.


દાહોદના ગોધરા રોડ જનતા કોલોનીમાં રહેતા સંજયભાઈ જયેસવાલ આશરે ૨૫ વર્ષ અગાઉથી પોતાના કબ્જાના મકાનમાં રહે છે એમના ઘરની આગળ પ્લોટ નંબર ૧૫માં મકાન માલિકે ગેરકાયદેસર દબાણ કરી દીવાલ ઉભી કરી દીધી હતી અને બીજા માળ પર ચઢવા માટેની નીસરણી પણ બનાવી દેવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. રસ્તાની જગ્યા પર આ દબાણ કરતાં જેના કારણે સુખ, દુઃખના પ્રસંગમાં મકાનની પાછળ રહેતા રહીશોને અવર જવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો જેની ફરિયાદ સંજયભાઈ જયેશવાલએ મુખ્યમંત્રી, અધિક ગૃહ સચિવ ગૃહ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર, ગુજરાત માનવ અધિકાર આયોગ, દાહોદ જિલ્લા કલેકટર કચેરી તેમાં તમામને લાગતા વળગતા અધિકારીઓને ગેરકાયદેસર કરવામાં આવેલ દબાણ દૂર કરવા લેખિત ફરિયાદ કરી હતી જે ફરિયાદ લઇ દાહોદ નગરપાલિકાના દબાણ વિભાગના અધિકારીઓએ પોલીસને સાથે રાખી આજરોજ જનતા કોલોની પહોંચી જેસીબીની મદદથી દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. દબાણ દૂર કરાતા ક્યાંકને ક્યાંક મકાન માલિકે વિરોધ કર્યો હતો અને જણાવવામાં આવ્યું જહતું કે આ જમીન મારી છે, મારા દ્વારા કોઈ દબાણ કરવામાં આવેલ નથી અને ટૂંક સમયની મોહલત માંગી હતી પણ પ્રશાસને કંઈ ન સાંભળી દબાણ દુર કર્યુ હતું. મકાન માલિક દ્વારા વારંવાર રજુઆતને ધ્યાને લઈ તંત્ર દ્વારા મકાન માલીકને સોમવાર સુધીની મહોલત આપી હતી અને તમામ પુરાવા સાથે રાખી હાજર રહેવા જણાવ્યું હતું.

——————

Share This Article