વસાવે રાજેશ દાહોદ
*વડોદરા ખાતે સમગ્ર ગુજરાતનાં જાણીતાં આદિવાસી તબિબો અને તબિબી વિદ્યાર્થીઓનું મહાસંમેલન સાયનેપ્સ ભારે દબદબાભેર ઉજવાયું.*
સમગ્ર ગુજરાતનાં રાજ્યભરનાં વિવિધ પેટાજ્ઞાતિઓના આદિવાસી તબિબ વિદ્યાર્થીઓ અને જાણીતાં તબિબો દ્વારા છેલ્લા 18 વર્ષથી ચાલતા આવેલ મહાસંમેલન સાયનેપ્સ આ વખતે વડોદરા ખાતે ભારે રંગેચંગે યોજાયેલ.સાયનેપ્સનો મતલબ ચેતાતંત્રનાં 2 છેડાઓ વચ્ચેનું જોડાણ એટલે કે વિવિધ પેટાજ્ઞાતિઓના મેડિકલ-પેરામેડિકલ વિદ્યાર્થીઓ,સિનિયર તબિબો અને સમાજના મહાનુભાવો વચ્ચેનું લાગણીશીલ જોડાણ.જેમાં 1000 થી વધારે ભાવિ તબિબ એવા તબિબી વિદ્યાર્થીઓ અને અનેક સામાજિક આગેવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો.મુખ્ય મહેમાન તરીકે સમસ્ત આદિવાસી સમાજ,ગુજરાત રાજ્ય પ્રમુખ ડો.પ્રદીપભાઈ ગરાસિયા,નાંદોદ વિધાનસભા ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ,દાહોદ માજી સાંસદ ડો.પ્રભાબેન તાવીયાડ,ડો.ચંદનબેન થોરાત,ડો. શાંતિકર વસાવા,ડો. રાજનભાઈ ભગોરા,ડો.ભરતભાઈ પટેલીયા,ડો.દુષ્યન્ત બલાત,તાપી જિલ્લા ડેપ્યુટી કલેકટર ડો.ક્રિષ્નાબેન પટેલ,ડો.શાંતિલાલ ગાંવિત,ડો.જે.સી.વસાવા,વડોદરા એસીપી કમલેશભાઈ વસાવા,તાપી જિલ્લા નિવૃત કલેકટર શ્રી મોડિયા,ડો.નિરવ ભુલાભાઇ પટેલ,ડો.અમિત અસારી,ડો.આનંદ પલાસ,ડો. વૈભવ હઠીલા,નિવૃત વનઅધિકારી અરુણભાઈ ચૌધરી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.ડો.પ્રદીપભાઈ ગરાસિયા અને ડો.શાંતિકર વસાવા પરંપરાગત આદિવાસી વસ્ત્રો પરિધાન કરી આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં વિવિધ કૃતિઓ બતાવી તબિબી બાળકો અને મહાનુભાવોએ સામાજિક વાતો કરીને ઉપસ્થિત તમામને મંત્રમુગ્ધ કર્યા હતાં.કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ ડો.વિનોદભાઈ સંગાડા,હોદ્દેદારો ડો.ડેક્ષટર વસાવા,ડો.હિતેષ રાઠોડ,ડો.શીતલ હઠીલા,ડો.જલ્પા બલાત,ડો.નિર્મિષ અસારી,ડો.વિજય ભાભોર સહિતની આખી ટીમે સખત મહેનત કરી હતી.કાર્યક્રમનું સફળ સંચાલન ડો.શિવાની ચૌધરી અને ડો.મનીષ નિનામા દ્વારા કરવામાં આવ્યું હતું.