
અપર સર્ક્યુલેશનની આડઅસર: દાહોદમાં મધરાતે ગાજવીજ સાથે કમોસમી વરસાદી અમી છાટણાં વરસ્યા…
દાહોદમાં 08
દાહોદ જિલ્લામાં અપર સર્ક્યુલેશનની આડઅસરના કારણે એકાએક વાતાવરણમાં પલટો આવતા વીજળીના કડાકા ભડાકા સાથે મધરાતે કમોસમી વરસાદી ઝાપટું આવતા પથકમાં ઠંડક પ્રસરી જવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજસ્થાનમાં વેસ્ટન ડિસ્ટર્બન્સ તેમજ અપર સર્ક્યુલેશનના લીધે ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની રાજીના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી. દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટા આવ્યો હતો. તેમાંય દાહોદ શહેરમાં ગતરોજ મધરાત્રીએ એકાએક વાતાવરણ બદલાતા આકાશમાં કાળા ડિબાંગ ફોજ આવી ઉમટી પડી હતી અને વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદી ઝાપટો પડતા એક તરફ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી તો બીજી તરફ ભરઉનાળે કમોસમી વરસાદી ઝાપટું આવતા પંથકમાં બેવડી રીતુનો અનુભવ થતા વાયરલ ઇન્ફેક્શન જેવા દર્દીઓનો વધારો જોવા મળશે તેમાં કોઈ બેમત નથી.