Monday, 14/07/2025
Dark Mode

ફતેપુરા તાલુકાના ભીતોડી પ્રાથમિક શાળામાં વિશ્વ વન દિવસ અને વિશ્વ કવિતા દિવસની ઉજવણી કરાઈ..

March 21, 2023
        656
ફતેપુરા તાલુકાના ભીતોડી પ્રાથમિક શાળામાં વિશ્વ વન દિવસ અને વિશ્વ કવિતા દિવસની ઉજવણી કરાઈ..

બાબુ સોલંકી :- સુખસર

ફતેપુરા તાલુકાના ભીતોડી પ્રાથમિક શાળામાં વિશ્વ વન દિવસ અને વિશ્વ કવિતા દિવસની ઉજવણી કરવામાં આવી.

વિશ્વ વન દિવસની ઉજવણીમાં બાળકોને વૃક્ષોનું માનવ જીવનમાં મહત્વ વિશે સમજણ આપી વૃક્ષ વાવવા આહવાન કરાયું.

હાલ દેશમાં 33% જંગલ વિસ્તારોની જરૂરિયાતની સામે માત્ર 12% જંગલો આવેલા છે.

સુખસર,તા.21

માનવસર્જિત ઉદ્યોગો અને જંગલોનો વિનાશ થતાં હવામાં ફેલાતો કાર્બન ડાયોક્સાઇડ વાયુ માનવ જીવન માટે ખતરા રૂપ બનતો જાય છે.તેમજ વૃક્ષોના વિનાશના લીધે હવામાનમાં અચાનક પલટો આવતા ઓછો-વધુ વરસાદ તથા જેને કહી શકાય કે કમોસમી વાતાવરણ ગમે ત્યારે પલટો મારી શકે છે.ત્યારે વૃક્ષોનો ઉછેર કરી કેટલીક કુદરતી આપત્તિઓ માંથી માનવ જાતને બચાવી શકાય તેમ છે. અને ઋતુ પ્રમાણે માનવ જાતને વાતાવરણ અને હવામાન મળી રહેતા વાયરલ ઇન્ફેક્શન જેવી બીમારીઓથી પણ મુક્તિ મેળવી શકાય તેમ છે.અને જેના માટે એકમાત્ર ઉપાય છે વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવું.

               ફતેપુરા તાલુકાની ભીતોડી પ્રાથમિક શાળામાં વિશ્વ વન દિવસની ઉજવણી શિક્ષણ કાર્યને અસર ન પહોંચે એ રીતે આજરોજ સવારના 10 થી 11 અને રિસેસ સમય દરમિયાન કરવામાં આવી હતી.બાળકોને વનોની ઉપયોગીતા,જંગલો આપણને કઈ રીતે ઉપયોગી છે?વૃક્ષોનું આપણા જીવનમાં શું મહત્વ છે?અને વૃક્ષો વિના માનવજીવન શક્ય નથી જેવી બાબતોની જાણકારી બાળકોને આપવામાં આવી હતી.જેનાથી બાળકો વૃક્ષોનું મહત્વ જાણતા થાય,વૃક્ષો વાવતા થાય અને વૃક્ષો ઉછેરતા થાય એ હેતુથી બાળકોને વિસ્તાર પૂર્વક ને સમજણ આપી ઉજવણી કરવામાં આવી હતી.સાથે-સાથે આપણા દેશમાં હાલ 33% જંગલોની જરૂરિયાત છે તેની સામે 12% જંગલો છે.જેથી આવનાર સમયે ખૂબ જ મોટી મુશ્કેલી ઊભી થશે જેની જાણકારી પણ બાળકોને આપવામાં આવી હતી.જેથી બાળકો અને તમામ શાળા પરિવાર એ વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો હતો. ત્યારબાદ વૃક્ષોનું મહત્વ વિષય પર નિબંધ લેખન અને ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી.સાથે “વૃક્ષો વાવો,વરસાદ લાવો”અક્ષર લેખન સ્પર્ધા યોજવામાં આવી હતી.ત્યારબાદ વિશ્વ કવિતા દિવસની ઉજવણી પણ બાળકોએ કરી હતી.જેમાં કાવ્ય ગાન સ્પર્ધા યોજવામાં આવી હતી.વિશ્વ વન દિવસ અને વિશ્વ કવિતા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!