કોરોના રિટર્ન:દાહોદમાં 18 વર્ષીય યુવતી સંક્રમિત થતા આરોગ્ય વિભાગ દ્વારા હોમ આઇસોલેટ કરાઈ.

Editor Dahod Live
1 Min Read

કોરોના રિટર્ન:દાહોદમાં 18 વર્ષીય યુવતી સંક્રમિત થતા આરોગ્ય વિભાગ દ્વારા હોમ આઇસોલેટ કરાઈ.

રાજ્યમાં વીતેલા 24 કલાકમાં કોરોનાના 121 વધુ દર્દીઓ નોંધાયા.

દાહોદ તા.18

ગુજરાતમાં કોરોના સંક્રમણ ધીમે ધીમે વધી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા જારી કરેલા આંકડા મુજબ વીતેલા 24 કલાકમાં કોરોનાના 121 જેટલા કેસો નોંધાયા છે જેમાં મહાનગરપાલિકામાં પણ કોરોનાના કેસો સામે આવ્યા છે ત્યારે દાહોદમાં પણ 18 વર્ષીય કોરોના કોરોના સંક્રમિત થતાં આરોગ્ય વિભાગની દેખરેખ હેઠળ હોમ આઈસોલેશનમાં ખસેડવામાં આવી છે

 

 સમગ્ર ગુજરાતમાં H3N2 નામક વાયરસે ઉપદ્રવ મચાવ્યો છે કોરોનાના એનફૂલા એંજુના નામક ફલૂ જેવા ગણાતા વાયરસે ઘેર ઘેર માંદગીને ખાટલા કરી દીધા છે ત્યારે કોરોના જેવા જ લક્ષણ ધરાવતા આ વાયરસથી લોકો ઝઝૂમી રહ્યા છે ત્યારે કોરોના સંક્રમણે ફરી ઉથલો મારતા ચકચાર જવા પામી છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા જારી કરાયેલા બુલેટીનમાં વીતેલા 24 કલાકમાં 121 જેટલા દર્દીઓ નોંધાયા છે જેમાં રાજ્યમાં કુલ 521 જેટલા એક્ટિવ કેસો નોંધાયા છે જ્યારે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાંથી 18 વર્ષીય યુવતી કોરોના સંક્રમિત જાહેર થતાં આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સંક્રમિત થયેલી યુવતીને સ્થાનિક આરોગ્ય વિભાગની દેખરેખમાં હોમ આયસોલેટ કરવામાં આવી છે આ ઉપરાંત નવસારી પોરબંદર ગાંધીનગર તેમજ મહાનગરોમાં કોરોના સંક્રમણના કેસો સામે આવતા હાલ ફરીથી કોરોનાએ ઉથલો માર્યો હોય તેમ જોવાઈ રહ્યું છે.

Share This Article