
રાજેન્દ્ર શર્મા :- ગ્રુપ એડિટર
આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિવસ સ્પેશ્યલ: આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં મહત્વપૂર્ણ પદો પર આરૂઢ મહિલાઓ ઉત્કૃષ્ટ કામગીરી થકી મહિલાઓ માટે રોલ મોડલ સાબિત થઈ રહી છે.
જિલ્લા વિકાસ અધિકારી,પ્રાંત અધિકારી, સ્ટેશન સુપ્રીટેન્ડેન્ટ, રેલવે પોલીસ અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી, આઇસીડીએસ અધિકારી ના પદો પર આરુઢ મહિલા અધિકારીઓ વહીવટી તંત્ર અને પરિવારમાં સમન્વય રાખી જવાબદારી નિભાવી રહી છે.
જિલ્લા પંચાયત પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ તરીકે સત્તા સ્થાને રહેલી મહિલાઓ રાજકારણ અને સરકારમાં યોગદાન પ્રદાન કરી રહી છે.
જિલ્લા વિકાસ અધિકારી :- સુશ્રી નેહા કુમારી
દાહોદ તા.08
આજે આઠમી માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસ આજના દિવસે સમગ્ર વિશ્વમાં મહિલાઓને પ્રેરક અને પ્રોત્સાહન મળે તેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ત્યારે વિશ્વ મહિલા દિવસે મધ્ય ગુજરાતના આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં વિવિધ ક્ષેત્રે શાસન ધુરા સંભાળી રહેલી મહિલાઓ પુરુષોને ઝાંખા પાડી રહી છે.
આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં વિવિધ ક્ષેત્રે શાસનધુરા સંભાળી રહેલી મહિલાઓમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે કાર્યરત સુશ્રી નેહાકુમારી દાહોદ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનો છેવાડાના
પ્રાંત અધિકારી :- એન. બી.રાજપૂત
માનવી સુધી લાભ પહોંચે તે માટે રાત દિવસ મહેનત કરી રહી છે તો તેમની સાથે સાથે રાજનીતિમાં સક્રિય ભૂમિકામાં રહી જિલ્લા પંચાયતની શાશનધુરા સાંભળી રહેલી શ્રીમતી શીતલબેન વાઘેલા DDO ની સાથે યોજનાકીય લાભો આદિવાસી બાહુલ્ય
રેલવે પ્રોટેકશન ફોર્સ (IPF) :- લીનીશા બૈરાગી
ધરાવતા વિસ્તારોમાં મળી રહે તે માટે સતત કાર્યરત રહી જિલ્લા પંચાયતના વહીવટનું જિલ્લા વિકાસ અધિકારી સાથે સુચારું રૂપે સંચાલન કરી રહ્યા છે.તો દાહોદ નગરપાલિકા પ્રમુખ તરીકે કાર્યરત રીનાબેન પંચાલ છેલ્લા 2 વર્ષ ઉપરાંતથી પાલિકા પ્રમુખ તરીકે સુકાન સંભાળી રહ્યા છે. તો સાથે સાથે છેલ્લા ત્રણ ટર્મથી વોર્ડ નંબર 4 નું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.દાહોદ શહેરના વહીવટી તંત્રમાં મહત્વપૂર્ણ ગણાતા પ્રાંત અધિકારીના મહત્વપૂર્ણ પદ પર આરૂઢ રહી શાસનધુરા સંભાળી રહેલા નિલાંજસા બીરેન્દ્રસીંગ રાજપૂત કર્તવ્ય નિષ્ઠાથી કામગીરી કરી ઉત્કૃષ્ટ કામગીરી નું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. તેઓ દાહોદ શહેર સહીત ગ્રામ્ય વિસ્તારોમાં રાજ્ય
દાહોદ રેલવે સ્ટેશન સુપ્રીટેન્ડન્ટ:- વૈશાલી પંડ્યા.
તેમજ કેન્દ્ર સરકારની યોજનાઓ ધરાતલ પર ઉતારવામાં મહત્વપૂર્ણ ફાળો આપી પ્રાંત ઓફિસનું સંચાલન કરી રહ્યા છે. આ ઉપરાંત દાહોદ તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારી, આઈ સી ડી એસ અધિકારી તરીકે પણ મહિલાઓ શાસન ધૂરા સંભાળી રહ્યા છે.તો પશ્ચિમ રેલવેમાં પણ મહત્વપૂર્ણ પદો પર મહિલાઓ શાસન ધુરા સંભાળી રહી છે.જેમાં રેલવે પ્રોટેકશન ફોર્સમાં (IPF) પોલીસ અધિકારી તરીકે લીનીશા બેરાગી દાહોદ સ્ટેશન પર
જિલ્લા પંચાયત પ્રમુખ :- શ્રીમતી શીતલબેન વાઘેલા
કર્તવ્ય નિષ્ઠાથી પોતાની ફરજ બજાવી રહી છે. સાથે-સાથે રેલવેની સુરક્ષા તેમજ સલામતીના સુવ્યવસ્થિત સંચાલન માટે પોતાની ફરજ અદા કરી રહી છે. તેમજ મુસાફરી દરમિયાન મહિલાઓમાં જાગૃતિ કેળવવા માટે અનેકવિધ પ્રોગ્રામો કરી રહી છે. જોકે દાહોદ રેલવે સ્ટેશન પર મહત્વપૂર્ણ ગણાતા પદ એટલે સ્ટેશન માસ્ટર (સ્ટેશન સુપ્રીટેન્ડન્ટ)કે જેના વડે સમગ્ર સ્ટેશન જ નહીં પરંતુ દિલ્હી મુંબઈ રેલમાર્ગને નિર્વિધને સંચાલન કરવાની જવાબદારી જેમના સિરે છે.તે વૈશાલી પંડ્યા પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક અદા
નગરપાલિકા પ્રમુખ :- રીનાબેન પંચાલ
કરી મહિલાઓ માટે આદર્શ રોલ મોડેલ તરીકે સાબિત થઈ રહી છે. લોકશાહીમાં મારી પ્રધાન દેશ ગણાતા દાહોદ ભારતમાં પુરુષ સમોવડી બનેલી ઉપરોક્ત મહિલા ઓ પોતાના કાર્ય ક્ષેત્રે પોતાનું શ્રેષ્ઠ આપી એક પુરુષોને ઝાંખા પાડી રહી છે. તો બીજી તરફ પોતાના ઘર પરિવારને પણ નિપુર્ણતાથી ચલાવી રહી છે.પરિવાર અને કાર્યક્ષેત્ર વચ્ચે સંકલન અને સમન્વય રાખી ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી રહી છે.