
રાહુલ ગારી :- ગરબાડા
આંતરાષ્ટ્રીય વુમન ડે સ્પેશિયલ : પુરુષોને ઝાંખા પાડતી ગરબાડાના પાંચવાડા ખાતે EMT માં ફરજ બજાવતી જાબાઝ મહિલા..
EMT નિશાબેન ભાભોર ની કર્તવ્ય નિષ્ઠાને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બિરદાવી હતી
ગરબાડા તા.08
આજે તારીખ 8 માર્ચ એટલે કે વુમન ડે તરીકે ઉજવવામાં આવે છે જેમાં વાત કરીએ તો ગરબાડા તાલુકાના પાંચવાડા 108 માં EMT તરીકે ફરજ બજાવતી ઝાલોદ તાલુકાના ચણાચર ગામની ૨૭ વર્સીય મહિલા નિશાબેન ભાભોર જે છેલ્લા ૫ વર્ષથી 108માં EMT તરીકે ફરજ બજાવે છે જેઓના લગ્ન 2020 ની સાલમાં કડાદરા ગામના યુવક જોડે થાય હતા. અને બંને પતિ પત્ની એક સાથે દાહોદ જિલ્લામાં
જુદી-જુદી લોકેશન પર EMT માં ફરજ બજાવતા હતા.તે દરમિયાન કોરોના કાળમાં નિશાબેન ભાભોરના પતિ ધર્મેન્દ્ર બારીયા ઓન ડ્યુટીમાં જેકોટ ખાતે સર્જાયેલા અકસ્માતમાં નિધન થયું હતું.જેમાં નિશાબેન ભાભોર અને તેમના પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો. પરંતુ નિશાબેન ભાભોરે હિંમત ન હારી અને પાછા 108 માં EMT તરીકે ફરજ ઉપર હાજર થઈને પોતાના કર્તવ્યનું પાલન કરી રહ્યા છે. જેઓને પાંચવાડા PHC ખાતે બેસ્ટ કામગીરી
દરમિયાન 2020 માં પોઈઝનીગ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આમ નિશાબેન ભાભોરની કર્તવ્ય નિષ્ઠાને દાહોદ ખાતે 20 હજાર કરોડના ખર્ચે રેલવે પ્રોડક્શન યુનિટના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બિરદાવી હતી