Wednesday, 05/02/2025
Dark Mode

દે. બારીયામાં 21 દિવસના લોકડાઉનની વચ્ચે કરિયાણું સહીતની જીવનજરૂરિયાતની વસ્તુઓની ખરીદી માટે પડાપડી થઇ:લોકો સંચારબંધીના નિયમોને નેવે મૂકી ઘરની બહાર નીકળતા આશ્ચર્ય

દે. બારીયામાં 21 દિવસના લોકડાઉનની વચ્ચે કરિયાણું સહીતની જીવનજરૂરિયાતની વસ્તુઓની ખરીદી માટે પડાપડી થઇ:લોકો સંચારબંધીના નિયમોને નેવે મૂકી ઘરની બહાર નીકળતા આશ્ચર્ય

 મઝહર અલી મકરાણી @ દે.બારીયા 

દે.બારીયા તા.25

દેવગઢબારિયા નગરમાં 21 દિવસના લોકડાઉનને લઇ નગરજનો તેમજ ગ્રામજનોમાં દોડધામ મચી કરિયાણું શાકભાજી લેવા લોકો ઘરની બહાર આવી ગયા, જાણે પડાપડી થઇ હોય તેવા દ્રશ્યો જોવાયા, વડાપ્રધાનના 21 દિવસનાના લોકડાઉન જાહેરનામાને લઈ લોકોમાં અનાજ કરીયાણા માટે દોડધામ મચી, પોલીસ સવારે ૮ થી ૧૧ સુધી નો ટાઈમ આપતા નગરજનો સહિત ગ્રામજનોમાં દોડધામ મચી, વેપારીઓ ટાઈમ લીમીટ માં સામાન આપી દુકાનો ટપો ટપ બંધ થઈ જવા પામી હતી.

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા નગરમાં દેશના વડાપ્રધાન કોરોના વાઈરસને લઈ ૨૧ દિવસનું લોકડાઉન કરતા લોકોમાં અનાજ કરિયાણા અને શાકભાજીને લઇ ચિંતામાં મુકાયા પોલીસે વહેલી સવારે કરિયાણું શાકભાજી ખરીદવાનો સમય આપતા લોકોમાં દોડધામ મચી અને બપોરથી ફરી પોલીસ એક્શનમાં.
દેશમાં કોરોના વાઇરસનો કહેર વધતો અને તેની ચાલતી સાઈકલને તોડવા અને તેને રોકવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં ૨૧ દિવસનાં લોકડાઉન રાખવાની અપીલ કરતા દેવગઢબારિયા નગર તેમજ ગ્રામજનોમાં કરિયાણા તેમજ શાકભાજીને લઇ લોકો દુવિધામાં મુકાયા હતા. ત્યારે એક તરફ લોકડાઉન બીજી તરફ લોકોને જીવન જરૂરીયાતની સામગ્રી ત્યારે પોલીસ વહેલી સવારે ૮ થી ૧૧ સુધીનો સમયમાં જીવન જરૂરીયાતની વસ્તુ ખરીદવાનો સમયની જાહેરાત કરતા નગરજનો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ખરીદી માટે બહાર આવી ગયા હતા. જ્યારે આ સમયમાં પાન ગુટખા તેમજ અન્ય ચીજ વસ્તુ મોંઘા ભાવમાં વેચતા કેટલાક વેપારીઓ ઝડપાઈ જતાં પોલીસે તેમને વોરનીગ આપી છોડી મૂક્યા હતા અને પોલીસને લોકટોળા વધુ દેખાતા પોલીસે તાત્કાલિક બજાર બંધ કરાવી ફરી થી કરફ્યુ જેવો માહોલ કરી દીધો હતો. ત્યારે નગરમાં ખોટી રીતે વાહન લઈને ફરતા વાહનો પણ ડીટેન કરી દીધા હતા આમ ૨૧ દિવસના લોકડાઉનને લઇ લોકોમાં દોડધામ મચી.

error: Content is protected !!