Friday, 27/12/2024
Dark Mode

દેવગઢ બારીઆમાં બે ભાઈઓ ગૌમાંસ વેચતા ઝડપાયા,15 કિલો ગૌમાંસ જપ્ત કરવામાં આવ્યું..

March 3, 2023
        624
દેવગઢ બારીઆમાં બે ભાઈઓ ગૌમાંસ વેચતા ઝડપાયા,15 કિલો ગૌમાંસ જપ્ત કરવામાં આવ્યું..

ઈરફાન મકરાણી :- દેવગઢ બારિયા

દેવગઢ બારીઆમાં બે ભાઈઓ ગૌમાંસ વેચતા ઝડપાયા,15 કિલો ગૌમાંસ જપ્ત કરવામાં આવ્યું..

દે.બારીયા તા.03

દેવગઢ બારીઆ ભે-દરવાજા પાસે મોડી રાતે દેવગઢ બારીયા પોલીસે એક મકાનમાં ઓચિંતો છાપો માર્યો હતો.પોલીસે 15 કીલો ગ્રામ ગૌમાંસ ઝડપી કાપવાના હથિયારો, ત્રાજવા, વજનીયા વગેરે મળી રૂપિયા 1670ના મુદ્દામાલ સાથે બે સગાભાઈઓની ધરપકડ કરી છે.

પોલીસે બાતમીને આધારે દરોડો પાડયો દેવગઢ બારીયા ભે દરવાજા દરગાહની સામે રહેતા રીયાઝબીન અબ્દુલરસીદબીન અરબ તથા તેનો ભાઈ અરબાઝ અબ્દુલ રસીદબીન અરબ એમ બે સગાભાઈઓ ભેગા મળી તેઓના રહેણાંક મકાનમાં ગૌવંશની કાપીને તેનું માંસ વેચાણ કરતા હોવાની બાતમી દેવગઢ બારીઆ પોલીસને મળી હતી.સિનીયર પી.એસ.આઈ બી.એમ.પટેલની સુચનાથી દેવગઢ બારીઆ પોલિસની ટીમે ભે દરવાજા દરગાહ સામે જે તે મકાનમાં દરોડો પાડ્યો હતો.

 

*લેબ રિપોર્ટમાં ગૌમાંસ જ હોવાનો પર્દાફાશ..*

 

 આ મકાનમાંથી રૂપિયા 1500ની કુલ કિંમતનું આશરે 15 કિલો ગ્રામ માંસ મળી આવ્યુહતુ. ઉપરાંત ઘરમાંથી લાકડાના હાથાવાળી છરી, વજન માપવાના ત્રાજવા તથા વજનીયા, વગેરે મળી રૂપિયા 1670 ના મુદ્દામાલ ઝડપી પાડી બંને ભાઈઓની ધરપકડ કરી હતી.મળી આવેલું ગૌમાંશ છે કે નહી તે બાબતે ચકાસણી કરવા માટેના સેમ્પલો વેટરનરી ડોક્ટરની સુચનાથી પુથ્થકરણ રિપોર્ટ મેળવવા સુરત એફ એસએલમાં મોકલી આપ્યા હતા.જેનું પૃથ્થકરણ થયા બાદ આ ગૌમાંસ હોવાનો રિપોર્ટ આવતા પકડાયેલા બંને ભાઈઓ વિરૂધ્ધ ધી ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ 2017ની જોગવાઈ પ્રમાણે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!