દાહોદ શહેરના સ્મશાન રોડ પર અગાઉ મજાક મસ્તી માં થયેલા ઝઘડાની અદાવતે બે સગીર મિત્રોએ સાથી મિત્ર પર ચપ્પુ હલાવ્યું

Editor Dahod Live
2 Min Read

દાહોદ શહેરના સ્મશાન રોડ પર અગાઉ મજાક મસ્તી માં થયેલા ઝઘડાની અદાવતે બે સગીર મિત્રોએ બીજા સાથી મિત્ર પર ચપ્પુ હલાવ્યું સાથી મિત્ર પર ચપ્પુ હલાવ્યું.

દાહોદ તા.24

દાહોદ શહેરના સ્મશાન રોડ મદની નગરમાં માલીના ટેકરાના પાસે ત્રણ સગીર મિત્રોના અંદરો અંદર થયેલ મજાક મસ્તીના ઝગડામાં બે મિત્રોએ અદાવત રાખી પોતાનાજ મિત્રને ચપ્પુ વડે હુમલો કરી લોહી લુહાણ કરી ભાગી ગયા હતા ત્યાર બાદ આસપાસના ભેગા થયેલા લોકોએ ઈજાગ્રસ્ત સગીર વયના છોકરાને નજીકના દવાખાને ખસેડી દીધો હતો ત્યારે આ મામલે પોલીસે બે સગીર બાળકો પર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે

 

દાહોદ શહેરના જુના વણકરવાસ હાડકા મિલ ગેટ સામેના રહેવાસી મોહમ્મદ મોઈન કાજી કુરેશી તેમજ સ્મશાન રોડ મદની નગર ખાતે આવેલા માલીના ટેકરા પાસેના રહેવાસી કાસીમ વાજીદ કુરેશી તેમનાજ વિસ્તારના રહેવાસી 16 વર્ષીય મોહમ્મદ અરમાન શબ્બીર લખારાને અગાઉ મજાક મસ્તીમાં થયેલ ઝગડાની અદાવતે પોતાની પાસે મુકેલા ચપ્પુ વડે બન્ને પગના સાથળ ઉપર તેમજ છાતિના તથા પીઠના ભાગે હુમલો કરી લોહી લુહાણ કરી ભાગી ગયા હતા ત્યારબાદ આસપાસના ભેગા થયેલા લોકોએ ઈજાગ્રસ્ત મોહમ્મદ અરમાન ને સારવાર અર્થે દાહોદના ઝાયડસ હોસ્પિટલ અર્થે ખસેડ્યો હતો ઉપરોક્ત બનાવ સંદર્ભે ઈજાગ્રસ્ત અરમાન ના પીતા શબ્બીર લાલ મોહમ્મદ લખારા એ એ ડિવિઝન ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને સગીર યુવકોને પોતાના ઘરેથી અટકાયત કરી પોલીસ મથકે લાવી બન્ને વિરુદ્ધ 326 323 504 506 114 મુજબ ગુનો નોંધી આગળની વધુ તપાસ પોલીસ દ્રારા હાથ ધરવામાં આવી છે

Share This Article