ઈરફાન મકરાણી :- દે. બારીયા
દાહોદ જિલ્લામાં વિદેશી દારૂની રેલમછેલ:ગાંધીના ગુજરાતમાં દારૂબંધી ફારસ રૂપ સાબિત થઈ
દાહોદ પોલીસે ભથવાડા ટોલનાકા પર ચેકિંગ દરમિયાન વિદેશી દારૂ ઝડપી પાડ્યો..
કેરેટની આડમાં વિદેશી દારૂ સંતાડી હેરફેર માટે કીમિયો અજમાવતા બુટલેગરો.
પીકઅપ ડાલા માંથી વિવિધ બ્રાન્ડ ની 2160 બોટલો મળી 2.23 લાખનો દારૂ સાથે ચાલકને ઝડપ્યો
પોલીસે વિદેશી દારૂ તેમજ 3.50 લાખની ગાડી મળી 5.76 લાખનો મુદ્દામાલ કબજે કર્યો..
દાહોદ તા.09
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી ફારસ રૂપ સાબિત થઈ રહી છે જેની ગવાહી દાહોદ જિલ્લા પુરી પાડી રહ્યો છે. આદિવાસી બાહૂલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાનના સરહદી વિસ્તારોમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો અવનવા કીમીયા અજમાવી રહ્યા છે. જોકે વિદેશી દારૂની બધી ને કડક રીતે ડામી દેવા પોલીસ સક્રિય બની છે. જે અંતર્ગત દેવગઢ બારીયા તાલુકાના ભથવાડા ટોલનાકા પર પીપલોદ પોલીસ મથકના પી.એસ.આઇ જી.બી પરમાર ને મળેલ બાતમીના આધારે ટોલનાકા પર વાહન ચેકિંગમાં ઉભા હતા તે સમયે સામેથી કેરેટ ભરીને આવી રહેલા સફેદ કલરના Gj-21-Y-0741 નંબરના પીકપ ડાલા ને રોકાવી તલાસી લેતા પીકપ ડાલામાં કેરેટો ની આડમાં સંતાડીને લઈ જતા વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસ ચોકી ઉઠી હતી. ત્યારબાદ પોલીસે વિદેશી દારૂ ભરેલા પીકપ ડાલા તેમજ મધ્યપ્રદેશના જાબવા જિલ્લાના કલ્યાણપુરા ખેડી નિશાળ ફળિયાના રહેવાસી વિષ્ણુભાઈ તોલસીંગ ભાઈ તોલિયાની અટકાયત કરી પીકઅપ ડાલા માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની 2160 બોટલો મળી બે લાખ 23 હજારનો વિદેશી દારૂનો મુદ્દામાલ મળી આવતા પોલીસે પીક અપ ગાડી તેમજ 3000 રૂપિયા નો મોબાઇલ ફોન મળી કુલ 5.76 લાખનો મુદ્દામાલ કબજે કરી મધ્યપ્રદેશના પીકપ ડાલાના ચાલક સામે પ્રોહી અંગેનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે