Thursday, 21/11/2024
Dark Mode

કોરોનાની ઇફેક્ટ…. દાહોદ શહેર સહીત જિલ્લામાં અફવાઓનું દોર શરૂ : અફવાઓથી દુર રહી સાવચેતીના પગલાં લેવા વહીવટીતંત્ર દ્વારા અપીલ કરાઈ

કોરોનાની ઇફેક્ટ…. દાહોદ શહેર સહીત જિલ્લામાં અફવાઓનું દોર શરૂ : અફવાઓથી દુર રહી સાવચેતીના પગલાં લેવા વહીવટીતંત્ર દ્વારા અપીલ કરાઈ

 જીગ્નેશ બારીયા @ દાહોદ 

વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરાના વાયરસના ભય વચ્ચે દાહોદ શહેર સહીત જિલ્લામાં અફવા બજારે જોર પકડ્યું, વહીવટીતંત્ર તેમજ આરોગ્ય વિભાગ દ્વારા સંયમ રાખી સાવચેતીના પગલાં લેવા અપીલ કરાઈ  

દાહોદ તા.૨૦
દાહોદ જિલ્લામાં હાલ કોરોના વાયરસનો એકેય કેસ નોંધાવા પામ્યો નથી.અને આ બાબતે વહીવટી તંત્ર તેમજ આરોગ્ય તંત્ર દ્વારા સાવચેતીના પગલાં પણ લઈ લોકોને માહિતગાર સહિત જાગૃતતાનો સંદેશો પણ પાઠવી રહી છે.ત્યારે બીજી તરફ છેલ્લા બે – ત્રણ દિવસથી અફવા બજારોએ ભારે જોર પકડ્યું છે. ફલાણી જગ્યાએથી કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓ મળી આવ્યા, ફલાણા દવાખાનામાં સારવાર લઈ રહ્યા છે, વિગેરે જેવી અફવાઓથી દાહોદ સહિત જિલ્લામાં અફવાઓ વહેતી થતાં લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો.

કોરોના વાયરસના પાંચ થી સાત કેસો હાલ ગુજરાતમાં નોંધાવા પામ્યા છે.અને આ સંબંધે દાહોદ વહીવટી તંત્ર તેમજ આરોગ્ય તંત્ર દ્વારા દાહોદ જિલ્લામાં પુરતી સાવચેતી અને અગમચેતીના પગલાં લઈ લોકોને જનજાગૃતિ સહિતના અનેક કાર્યાે પણ કરવામાં આવી રહ્યા છે. દાહોદ શહેર તેમજ જિલ્લામાં હાલ એવા કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે કેસ જાવા મળ્યો નથી. તેમ છતાં પણ છેલ્લા બે – ત્રણ દિવસથી શહેરમાં ભારે અફવાઓએ જોર પકડ્યું છે. આ બાબતે વહીવટી તંત્ર દ્વારા પણ આવી અફવાઓ તરફ ધ્યાન ન આપવા તેમજ આરોગ્ય બાબતે સાવચેતીના પગલા લેવા જિલ્લાવાસીઓને જણાવાયું છે. આવી કોઈ અફવા ફેલાવનાર તત્વો જાવા મળશે કે ખબર પડશે તો તંત્ર દ્વારા આવા શખ્સો સામે કાયદાકીય પગલાં લઈ કાર્યવાહી કરવાનું પણ સરકાર દ્વારા નક્કી કરાયું છે. ત્યારે દાહોદ શહેરવાસીઓએ આવી કોઈ અફવા તરફ ધ્યાન ન આપી પોતાના સ્વાસ્થ્ય તેમજ આરોગ્ય તરફ ધ્યાન આપે તે અત્યંત આવશ્યક છે.

error: Content is protected !!