દેવગઢ બારીઆ કોર્ટે મીઠીબોરના કુખ્યાત બુટલેગર ભીખા રાઠવાના પાંચ દિવસોના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા
દાહોદ તા.૨૫
દાહોદ જિલ્લાના સાગટાળા પોલીસ મથકની હદમાં આવેલા પાંચીયાસાળ ગામે બે સપ્તાહ પૂર્વે ગાંધીનગર જી.સ્.ઝ્ર. ટીમ ઉપર ખાનગી ફાયરીંગ સાથે જીવલેણ હુમલાના ઝડપાયેલા મુખ્ય સૂત્રધાર મીઠીબોરના કુખ્યાત બુટલેગર ભીખા રાઠવાને આજરોજ દેવગઢ બારીઆ અદાલતમાં હાજર કરીને પોલીસ રિમાન્ડની માંગણી કરવામાં આવતા અદાલત દ્વારા ભીખા રાઠવાના પાંચ દિવસોના પોલીસ રિમાન્ડ મંજુર કરવામાં આવતા હવે પુછપરછોના તપાસનો ધમધમાટ શરૂ થાય એવા સંકેતો દેખાઈ રહ્યાં છે.
ગાંધીનગર જી.સ્.ઝ્ર. ટીમ ઉપર પાંચીયાસાળ ગામે ૭ રાઉન્ડ ખાનગી ફાયરીંગના જીવલેણ હુમલા સાથે શરાબ ભરેલા બે ગાડીઓ છોડાવીને ફરાર થઈ ગયેલા મીઠીબોરના કુખ્યાત બુટલેગર ભીખા રાઠવા બે સપ્તાહ બાદ જી.સ્.ઝ્ર. ટીમના હાથે કણભા પાસેથી ઝડપાઈ જતા સાગટાળા પોલીસના હવાલે કરાયો હતો.ગુજરાત પોલીસ તંત્રના જી.સ્.ઝ્ર. ટીમ ઉપરના આ ચકચાર ભર્યા હુમલાના મુખ્ય સૂત્રધાર બુટલેગર ભીખા રાઠવાની કાયદેસર ધરપકડ કર્યા બાદ સાગટાળા પોલીસ તંત્રએ ચુસ્ત બંદોબસ્ત સાથે ભીખા રાઠવાને દે.બારીઆ અદાલત સમક્ષ હાજર કરીને જી.સ્.ઝ્ર. ટીમ ઉપર કરાયેલા પૂર્વ યોજીત હુમલાના દોરી સંચારના ઈશારા, ખાનગી ફાયરીંગ કર્યુ એ ૧૨ બોરની રાયફલ સાથે બે સપ્તાહ સુધી ભૂગર્ભમાં ક્યાં છુપાયો હતો અને કોના સંપર્કોમાં હતો વિ. ગંભીર કારણોસર ભીખા રાઠવાના પોલીસ રિમાન્ડની માંગણી કરી હતી એમાં અદાલત દ્વારા આગામી ૩૦ જાન્યુઆરી સુધી પાંચ દિવસોના ભીખા રાઠવાના પોલીસ રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા.