
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકાના ભે ગામ ખાતે જમીન પચાવી પાડતા 14 લોકો સામે ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
ગરબાડા તા.15
પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાના ભે ગામ ખાતે રહેતા માજુભાઈ તેજાભાઈ ભુરીયા ની સ્વતંત્ર માલિકીની ભે ગામ ખાતે આવેલ સર્વે નંબર 248 ના રે.સ નંબર જેનું ક્ષેત્રફળ 04-16-09 હે આરે ચો.મી તથા રે.સ.નંબર 278 જેનું ક્ષેત્રફળ 0-35-32 હે આરે.ચો. મી વાળી જમીન સબદે ચાલેલ દાવાઓ ફરિયાદી માજુભાઈ તેજાભાઈ ભુરીયા તરફેણમાં આવેલ હોવા છતાં ભે હાડીયા ફળીયા ના વરસિંગભાઈ મડિયાભાઈ ભુરિયા , નરસિંગભાઈ મડિયાભાઈ ભુરિયા ,બરસિંગભાઈ મડિયાભાઈ ભુરિયા,પ્રતાપભાઈ મડિયાભાઈ ભુરિયા અને તેમના સંતાનો ગોપાલ વરસિંગ ભુરિયા ,ખીમભાઈ વરસિંગ ભુરિયા,અનેસિંગ ખીમાંભાઇ ભુરિયા , મહેશ ખીમાભાઈ ભુરિયા, નવલભાઈ નરસિંગ ભુરિયા સરમલ નરસિંગ ભુરિયા , મોતિયા નરસિંગ ભુરિયા નેમાંબભાઈ બરસિંગ ભુરિયા, ઝીતર બરસિંગ ભુરિયા તેમજ તેરસિંગ પ્રતાપભાઈ ભુરિયાએ માજુભાઈ તેજાભાઈ ભુરીયા ની સ્વતંત્ર માલિકીની જમીન તેમને નહીં સોંપી અને જમીનમાં મકાનો બનાવી અને બાકી રહેલી જમીનમાં ખેતી કામ માટે ઉપયોગ કરી જમીન પચાવી પાડતા માજુભાઈ તેજાભાઈ ભુરીયા જમીન પચાવી પાડવા ઉપર અધિનિયમ કલમ 2020 ની કલમ 3, 4 (3 ) મુજબ ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી