Thursday, 21/11/2024
Dark Mode

દાહોદ નગરપાલિકાની ટીમે પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અંગે તપાસ હાથ ધરી..દાહોદના પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા બે ઈસમો ઝડપાયા..

January 5, 2023
        1794
દાહોદ નગરપાલિકાની ટીમે પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અંગે તપાસ હાથ ધરી..દાહોદના પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા બે ઈસમો ઝડપાયા..

દાહોદ નગરપાલિકાની ટીમે પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અંગે તપાસ હાથ ધરી..

દાહોદના પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા બે ઈસમો ઝડપાયા..

દાહોદ તા.05

ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા દાહોદ શહેર જિલ્લાવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા વા મળી રહ્યો છે. ત્યારે ખાસ કરીને ચાઈનીઝ દોરીથી ઉત્તરાયણ પર્વમાં ઘણા અકસ્માતો સર્જાતા રહે છે. ભુતકાળમાં આવા ચાઈનીઝ દોરીથી ઘણા લોકોના ગળા, હાથ, પગે વિગેરે શરીરે ઈજાઓ પહોંચવા પામી હતી. ત્યારે આવા ગેરકાયદેસર ચાઈનીઝ દોરીનું વેચાણ કરતાં વેપારીઓ સામે પોલીસ તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે.

દાહોદ શહેરમાં આવા જ ગેરકાયદે ચાઈનીઝ દોરીનું વેચાણ થતું હોવાની દાહોદ એ. ડિવિઝન પોલીસને માહિતી મળી હતી.તેના અનુસંધાને પોલીસે દાહોદ શહેરના કસ્બા પીંજારવાડા તથા દાહોદ શહેરના ગોધરા રોડ સાંસીવાડ વિસ્તારમાં ઓચિંતો છાપો માર્યો હતો.જેમાં ગેરકાયદે ચાઈનીઝ દોરીનું વેચાણ કરતાં જાવેદભાઈ મજીદભાઈ પીંજારા (રહે. દાહોદ, કસ્બા, પીંજારવાડા, તા.જિ.દાહોદ) અને જેાશનાબેન અરૂણભાઈ સીસોદીયા (રહે. દાહોદ, ગોધરા રોડ, સાંસીવાડ, તા.જિ.દાહોદ)ની પોલીસે ગેરકાયદેસર ચાઈનીઝ દોરી વેચતા અટકાયત કરી દાહોદ એ. ડિવિઝન પોલીસે ઉપરોક્ત બંન્ને વ્યક્તિઓ વિરૂધ્ધ ગુનો

 નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.તો બીજી તરફ દાહોદ નગર પાલિકાની ટીમે પણ પાલિકા પ્રમુખ રીના પંચાલની સુચના પ્રમાણે દાહોદ શહેરમા પતંગ દોરીનુ વેચાણ કરતા વેપારીઑની દુકાને તપાસ શરુ કરી છે.ટીમ દ્વારા દુકાને દુકાને ફરીને ચકાસણી કરવામા આવી રહી છે.ત્યારે આવા વેપારીઓ દુકાનની આસપાસ અથવા રહેણાંક મકાનોમા ચાઈનીઝ દોરીના ફિરકા છુપાવીને રાખે છે.જેથી તેવા ઠેકાણાઓ પર પણ તપાસ કરવી જરુરી છે.કારણ કે પોલીસે ઝડપેલા બંન્ને કિસ્સાઓ રહેણાંક વિસ્તારોના જ છે.આમ હાલ તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામા આવી છે તે આવકાર્ય છે પરંતુ જવાબદારો આરંભે શૂરા સાબિત ન થાય તે પણ એટલુ જ જરુરી છે.

દાહોદના કસ્બા પીંજારવાડા ખાતેથી કરિયાણાની દુકાનમાંથી પોલીસે પ્રતિબંધિત નાઈલોન ચાઈનાની દોરીનો જથ્થા સાથે ઈસમને ઝડપી પાડ્યો

દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ તારીખ 4-01-2023 ના રોજ બપોરના ત્રણ વાગ્યાના સમયગાળા દરમિયાન પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા તે દરમિયાન તેઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે દાહોદના પિજારવાડા ખાતે રહેતો જાવેદ મજીદભાઈ પીંજારા પોતાની કરિયાણાની દુકાનમાં પતંગો ચગાવવાની નાયલોન ચાઇનાની દોરીનો વેપાર ધંધો કરે છે તેવી બાતમીના આધારે કસ્બા વિસ્તારમાંથી કરિયાણાની દુકાનમાંથી જાહેરમાં પોલીસ અધિક્ષકના જાહેરનામાં મુજબ કાયદો અને વ્યવસ્થા ગુજરાત રાજ્ય ગાંધીનગરના જાહેરનામાનો ભંગ કરી અને પતંગના દોરાની નાયલોન ચાઈનીઝ દોરીનું ખુલ્લેઆમ વેચાણ કરતો પોલીસના હાથે ઝડપાયો હતો પોલીસે તેની દુકાનમાંથી ત્રણ નાયલોન ચાઇનાની દોરીના ફિરકાઓનો જથ્થો જપ્ત કર્યો હતો અને તે ઈસમની પોલીસ દ્વારા અટકાયત કરી અને તેની સામે પોલીસ અધિક્ષકના જાહેર કરાયેલા કાયદો અને વ્યવસ્થા ગુજરાત રાજ્ય ગાંધીનગરના જાહેરનામાંનો ભંગ મુજબનો 188 તેમજ 135 મુજબનો ગુનો નોંધી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી ફરિયાદ નોંધવામાં આવી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!