Thursday, 26/12/2024
Dark Mode

દાહોદના રળીયાતી નજીક SOG પોલીસે એસટી બસમાંથી પરપ્રાંતિય દારૂના જથ્થા સાથે ખેપિયાને ઝડપ્યો..

January 3, 2023
        556
દાહોદના રળીયાતી નજીક SOG પોલીસે એસટી બસમાંથી પરપ્રાંતિય દારૂના જથ્થા સાથે ખેપિયાને ઝડપ્યો..

દાહોદના રળીયાતી નજીક એસઓજી પોલીસે એસટી બસ માંથી પરપ્રાંતિય દારૂના જથ્થા સાથે ખેપિયાને ઝડપ્યો..

એસ.ઓ.જી. પોલીસે એક એસ.ટી. બસમાંથી રૂા. ૪૨,૧૮૦ના વિદેશી દારૂના જથ્થા સાથે એકની અટકાયત કરી

દાહોદ તા.૦૩

દાહોદ તાલુકાના વરમખેડા ગામે દાહોદ એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમીના આધારે રળીયાતી ગામે હાઈવે રોડ ઉપર જતાં આવતાં વાહનોની તલાસી હાથ ધરતાં બાતમીમાં દર્શાવેલ એક એસ.ટી. બસ પસાર થતાં પોલીસે તેને રોકી એક ઈસમની અટકાયત કરી તેની પાસેના થેલાઓની તલાસી લેતાં થેલાઓમાંથી પોલીસે કુલ રૂા. ૪૨,૧૮૦ના પ્રોહી જથ્થા સાથે ઈસમની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.

 

ગતરોજ દાહોદ એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમીના આધારે દાહોદ તાલુકાના રળીયાતી ગામેથી પસાર થતાં ઈન્દૌર રોડ ઉપર આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી લેતાં હતા તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક એસ.ટી. બસ પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને એસ.ટી. બસને ઉભી રાખી પેસેન્જરોની તલાસી હાથ ધરતાં હતા તે સમયે એસ.ટી. બસમાં સવાર અજયભાઈ નરસુભાઈ માવી (રહે. વરમખેડા, માવી ફળિયુ, તા. જિ. દાહોદ) ની પોલીસે અટકાયત કરી તેની પાસેના થેલાઓની તલાસી લેતાં પોલીસે થેલાઓમાંથી વિદેશી દારૂની કુલ બોટલો નંગ. ૭૯૭ કિંમત રૂા. ૪૨,૧૮૦ના વિદેશી દારૂના જથ્થા સાથે ઉપરોક્ત ચાલકની અટકાયત કરી આ સંબંધે દાહોદ એસ.ઓ.જી. પોલીસે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે પ્રોહીનો ગુનો નોંધી નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!