વિધાનસભાની ચૂંટણી પહેલા દેં.બારિયા ભાજપમાં ભંગાણ:પાલિકાના કાઉન્સિલર પૂર્વ ઉપપ્રમુખ સહિતના 10 જેટલા આગેવાનો ભાજપને રામ રામ કરી આમ આદમી પાર્ટીમાં જોડાયા…

Editor Dahod Live
2 Min Read

વિધાનસભાની ચૂંટણી પહેલા દેવગઢબારિયા ભાજપમાં ભંગાણ:પાલિકાના કાઉન્સિલર પૂર્વ ઉપપ્રમુખ સહિતના 10 જેટલા આગેવાનો ભાજપને રામ રામ કરી આમ આદમી પાર્ટીમાં જોડાયા…

દેં.બારીયા તા.29

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેમજ ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચારનો જંગ જામ્યો છે. ત્યારે આ તમામ રાજકીય ગતિવિધિઓની વચ્ચે પક્ષપલટા ની મોસમ પણ પૂર બહારમાં ખીલી છે.જે અંતર્ગત દેવગઢ બારીયા નગરપાલિકાના ભાજપના વર્તમાન કાઉન્સિલર પૂર્વ ઉપપ્રમુખ સહિતના ૧૦ થી વધારે આગેવાનોએ આજરોજ ભાજપને રામરામ કરી છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર ખાતે આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષના હસ્તે આમ આદમી પાર્ટીમાં જોડાઈ જતા દેવગઢ બારીયાના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા પક્ષ પલટો કરવાની મોસમ પણ પુર બહારમાં ખીલી છે ત્યારે આજે દેવગઢ બારીયા તાલુકા માંથી ભાજપ માટે આંચકા સમાન સમાચાર સામે આવ્યા છે. જેમાં હાલમાં દેવગઢ બારીયાના વર્તમાન કાઉન્સિલર અક્ષય ભાઈ જૈન પાલિકાના પૂર્વ પ્રમુખ ગોપાલભાઈ ઝાલા પાલિકાના પૂર્વ કાઉન્સિલર જીતેન્દ્ર કુમાર મોહનિયા અને તેમના સાત જેટલા સમાજના આગેવાનો સાથે આજરોજ છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર મથકમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રોફેસર અર્જુન રાઠવા ના નિવાસસ્થાને જઈ અને પાલિકાના સભ્ય અને પ્રમુખ સહિત તેમજ પૂર્વ કાઉન્સિલર રોહિત 7 જેટલા આગેવાનોએ ભાજપને રામરામ કરી અને આમ આદમી પાર્ટી નો ખેર ધારણ કર્યો હતો તારે આજ રોજ દેવગઢબારિયા ભાજપમાં ભંગાણ સર્જાતા ભાજપમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

Share This Article