રાજેન્દ્ર શર્મા, દાહોદ લાઇવ ડેસ્ક
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને દાહોદ LCB પોલીસે પાંચ જેટલા બુટલેગરોને પાસા હેઠળ અટકાયત કરી જિલ્લા બહારની જેલોમાં મોકલ્યા…
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને દાહોદ જિલ્લા પોલીસ સજાગ બની છે. દાહોદ જિલ્લાની છ વિધાનસભા બેઠકો પર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન શાંતિ અને સલામતી જળવાઈ રહે તેમજ પારદર્શક રીતે લોકશાહીનું પર ઉજવાય તે અંતર્ગત દાહોદ જિલ્લા પોલીસ સક્રિય બની અસામાજિક તત્વોને શાણસામા લેવા કમર કસી છે ત્યારે મધ્યપ્રદેશ અને રાજસ્થાનના સરહદી જિલ્લાઓમાંથી ગુજરાતમાં વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવા જેવી અસામાજિક પ્રવૃત્તિમાં સંકળાયેલા પાંચ બુટલેગરોને દાહોદ એલસીબી ની ટીમે પાસા હેઠળ અટકાયત જિલ્લાની બહારની જેલમાં મોકલી દીધાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળેલ છે.
મધ્યપ્રદેશ અને રાજસ્થાનના સરહદી જિલ્લા પર આવેલો દાહોદ જિલ્લામાં છેલ્લા લાંબા સમયથી વિદેશી દારૂની પ્રવૃત્તિની હેરફેરમાં સંકળાયેલા બુટલેગરોને કડક રીતે ડામી દેવા તેમજ આગામી વિધાનસભાની ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ શાંતિપૂર્ણ વાતાવરણમાં પારદર્શક રીતે લોકશાહીનું પર્વ ઉજવાય તે માટે પોલીસ તંત્ર દ્વારા છેલ્લા કેટલાય અસામાજિક પ્રવૃતી માં સંકળાયેલા ગુનેગારોને ઝડપી લેવા એક્શનમાં આવી છે ત્યારે સરહદી વિસ્તારોમાં વિદેશી દારૂની હેરફેરમાં છેલ્લા કેટલાય દિવસથી સંકળાયેલા દાહોદ જિલ્લાના પાંચ બુટલેગરોને દાહોદ એલસીબીએ સ્પેશિયલ ઓપરેશન પાર પાડી તેઓની પાસા હેઠળ અટકાયત કરી જિલ્લા બહારની જેલોમાં ધકેલી દીધા છે. એલસીબી દ્વારા પાસા કરાયેલા બુટલેગરોમાં ઝાલોદ તાલુકાના મુનખોસલાના (1)અજય ભાઈ રામુભાઈ ભાભોરને જામનગર, ગરબાડા તાલુકાના જેસાવાડાના (2)મહેશભાઈ મડુભાઈ બારીયાને રાજકોટ,ધાનપુરના (3)જયંતિભાઈ વરસીંગભાઈ ડામોર ને જામનગર,(4) દેવગઢ બારીયા તાલુકાના ડાંગરિયા ગામના (5)વિનોદભાઈ ગોરધનભાઈ પટેલને જામનગર તેમજ ધાનપુર તાલુકાના ખોખરા ગામના નિલેશભાઈ અભેસિંગ તડવીને ભુજ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. આજરોજ દાઉદ એનસીપીએ વધુ પાંચ બુટલેગરોને પાસા હેઠળ અટકાયત કરી જિલ્લા બહારની જેલમાં મોકલી દેતા બુટલેગર તત્વોમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.