
રાજેશ વસાવે, દાહોદ
પશ્ચિમ રેલવેના રતલામ મંડળમાં સમાવિષ્ટ લીમખેડા-અનાસ સેક્શનની વચ્ચે અજાણી ટ્રેનની અડફેટે એક મહિલા સહિત બેના મોત…
દાહોદ તા.૧૭
દાહોદમાંથી પસાર થતાં જેકોટ – રેટીયા – બોરડી રેલ્વે સ્ટેશન પર ટ્રેનની અડફેટે અલગ અલગ સમયે એક મહિલા અને એક પુરૂષ મળી બે જણા આવી જતાં બંન્નેના મોત નીપજ્યાંનું જાણવા મળે છે.
ગત તા.૦૫મી ઓક્ટોમ્બરના રોજ વહેલી સવારના ૬ વાગ્યાના આસપાસ દાહોદમાંથી પસાર થતાં જેકોટ રેટીા રેલ્વે સ્ટેશનની વચ્ચે ડાઉન રેલ્વે લાઈન પાસે કોઈ ટ્રેનમાંથી અજાણ્યો એક પેસેન્જર પુરૂષ પડી જતાં તેમને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં. ઘટનાની જાણ સ્થાનીક રેલ્વે અધિકારીઓ સહિત કર્મચારીઓને થતાં તેઓ પણ ઘટના સ્થળે દોડી ગયાં હતાં અને મૃત પુરૂષના મૃતદેહનો કબજાે લઈ નજીકના દવાખાને પીએમ માટે મોકલી આપવામાં આવ્યાં હતો. આ સંબંધે રેલ્વે પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી અજાણ્યા મૃતક પુરૂષના વાલી વારસની શોધખોળ આરંભી છે.
બીજાે બનાવ બોરડી – દાહોદ રેલ્વે સ્ટેશન વચ્ચે અપ લાઈન ઉપર બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૦મી ઓક્ટોમ્બરના રોજ એક ટ્રેનની અડફેટમાં એક અજાણી મહિલા આવી જતાં મહિલાને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યાં હતાં. ઘટનાની જાણ સ્થાનીક રેલ્વે પોલીસને કરવામાં આવતાં રેલ્વે પોલીસ પણ ઘટના સ્થળે દોડી દોડી ગઈ હતી અને ગંભીર ઈજાગ્રસ્ત મહિલાને ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલંશ સેવા મારફતે નજીકની સરકારી દવાખાને ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. મહિલાની હાલત ગંભીર હોવાને કારણે મહિલાને વધુ સારવાર માટે વડોદરાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં સારવાર દરમ્યાન મહિલાનું મોત નીપજ્યું હતું. આ સંબંધે દાહોદ રેલ્વે પોલીસ દ્વારા અકસ્માત મોતના ગુનાના કાગળો હાથ ધરી મહિલાના વાલી વારસની શોધખોળ આરંભી છે.
કરવામાં આવતાં રેલ્વે પોલીસ ફણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ગંભીર ઈજાગ્રસ્ત મહિલાને ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલંશ સેવા મારફતે નજીકના દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. મહિલાની હાલ ગંભીર ઈજાગ્રસ્ત મહિલાને વડોદરાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં સારવાર દરમ્યાન મહિલાનું મોત નીપજ્યું હતું. આ સંબંધે દાહોદ રેલ્વે પોલીસ દ્વારા અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.