રાજેશ વસાવે, દાહોદ
દાહોદ શહેરની નામાંકિત કેરેવાન ફટાકડા એન્ડ જનરલ સ્ટોર સીલ કરાઈ….
પ્રાંત અધિકારી દ્વારા કાર્યવાહીથી છૂટક તેમાં જથ્થાબંધ ફટાકડાનું વેપાર કરતાં વેપારી આલમમાં ફફડાટ
પરવાનાંના નિયમોની ઐસી તૈસી કરી અ પ્રમાણસર ફટાકડાનો જથ્થો સંગ્રહ,ફાયર સેફટીના સાધનો નો અભાવ જોવા મળતા પ્રાંત અધિકારીએ દુકાન સીલ કરી..
દાહોદ તા.16
ભૂતકાળમાં પણ અનેક વિવાદોમાં રહેલા અને દાહોદ જિલ્લામાં સૌથી મોટા તેમજ નામાંકિત ફટાકડાના અને જનરલ સ્ટોર, સ્ટેશનરીની દુકાન ધરાવતા વેપારીની ફટાકડા તથા જનરલ સ્ટોરની દુકાનને દાહોદના પ્રાંત અધિકારીએ સીલ મારી દેતા દાહોદ શહેરમાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે ફટાકડાના વેપાર કરતા અન્ય વેપારી તેમજ પરવાનેદારોમાં એક પ્રકારનો ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. પ્રાંત અધિકારીની આકસ્મિક મુલાકાતમાં પરવાનાંમાં દર્શાવેલી શરતોનો ખુલ્લેઆમ ભંગ થયેલો અને મંજુર વજન કરતા અનેક ગણો વધારે જથ્થો મળી આવવાનો તથા જગ્યાના માપ કરતા વધુ લોકોની હાજરી જોખમીરીતે જણાઈ આવેલી હતી. એટલું જ નહી દુકાનની અંદર વીજ લાઈન પણ ખુલ્લી જણાઈ આવતા અને સમગ્ર પરિસરમાં ફાયર સેફટી અંગેની કોઈ સુવિધા કે સાધનો ન જણાઈ આવતા સક્ષમ અધિકારી દ્વારા સીલ ખોલવાની પરવાનગી ન મળે ત્યાં સુધી દુકાન બંધ રાખવાની અને અન્ય કોઈ પ્રવૃતી ન કરવાની નોટિસ આપવામાં આવી છે.
પ્રાપ્ત માહીતી અનુસાર દાહોદ શહેરમાં અગામી દિવાળીના તહેવારોને અનુલક્ષીને ફટાકડા પરવાનેદારોની આકસ્મિક તપાસણી અને ફેરણી પ્રાંત અધિકારી એન બી રાજપૂત તેમજ એમની ટીમને ટ્રાફિકથી ધમધમતા તેમજ મસમોતા વાણિજ્ય મથક એવા યશ માર્કેટ સ્થિત કેરેવાન ફટાકડા તેમજ જનરલ સ્ટોરની મુલાકાત લેતાજ પ્રથમ નજરેજ ચોકી ઉઠ્યા હતા કેરેવાન ફટાકડા સ્ટોર પહોંચેલા પ્રાંત અધિકારીએ પરવાનો માંગતા તેમજ સામાન્ય સંજોગોમાં પરવાનામાં દર્શાવેલ અનેક શરતોનો ભંગ જણાઈ આવતા પ્રાંત અધિકારી એન બી રાજપૂતએ તાત્કાલિક અસરથી દુકાનમાં વધુ સંખ્યામાં જણાતા ગ્રાહકોને બહાર મોકલી વધુ તપાસ હાથ ધરી હતી અને તપાસ દરમિયાન પરવાનામાં દર્શવેલ વજન કરતા અનેક ઘણો વધારો નો જથ્થો સ્ટોર કરેલો મળી આવ્યો હતો એટલુંજ નહી આ ફટાકડા સ્ટોરની પ્રી માઇસીસ માં ફાયર દેફટીના તેમજ અન્ય સલામતી ના કોઈ સાધન સામગ્રી અને અન્ય કોઈ સિસ્ટમ જણાઈ આવેલ ન હતી એટલુંજ નહી દુકાનમાં ઇલેક્ટ્રિક ના ખુલ્લા જોખમી વાયરો પણ અકસ્માત કરી શકે તેવી સ્તિથીમાં જોવા. મળ્યું હતું તો કેટલાક ફટાકડા એના બોક્સમાં નહી મૂકી અને ખુલ્લા મુકેલા મળી આવતા પ્રાંત અધિકારી એન બી રાજપુતે દુકનને સીલ માર્યું હતું તથા સક્ષમ અધિકારીનો હુકમ ના થાય ત્યાં સુધી સીલ મારેલી દુકાનને નોટીશ જારી કરી દેતા ત્યારે આ વાત શહેરના અન્ય ફટાકડા વેપારીઓમાં પહોંચતા ફટાકડાના પરવાને દારોમાં એક પ્રકારનો ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે તો શહેરના મસ મોટા વેપારીને ત્યાંજ સીલ મારી દેવાતા પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે આવનારા તહેવારો પહેલા સીલ મારાયેલી વેપારીની દુકાન અને ફટાકડાનો જથ્થો છૂટો કરવામાં આવશે કે કેમ તે અંગે પણ અનેક તર્ક વિતર્કો વહેતા થવા પામ્યા છે તેવા સંજોગોમાં સંબંધિતો કયા અને કેવા પ્રકારના પગલાં લે છે એ સોએ જોવું રહ્યું