ઝાલોદ તાલુકાના વેલપુરા નજીક લસણ ભરેલી ટ્રક પલ્ટી ખાતા સર્જાયો અકસ્માત:ચાલકનો બચાવ..

Editor Dahod Live
1 Min Read

 સૌરભ ગેલોત :- લીમડી

ઝાલોદ તાલુકાના વેલપુરા નજીક લસણ ભરેલી ટ્રક પલ્ટી ખાતા સર્જાયો અકસ્માત..

મધ્ય પ્રદેશના મંદસોરથી ભાવનગરના મહુવા મુકામે લસણ ભરીને જતી ટ્રક ને વેલપુરા ખાતે પલટી મારી.. 

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના વેલપુરા ગામે હાઇવે પર સંતરામપુર રોડ પર ટ્રક પલ્ટી ખાઈ જતાં. અકસ્માત સર્જાયો હતો.

દાહોદ તા.09

મધ્યપ્રદેશના મંદસોરથી ગુજરાતના ભાવનગર જિલ્લાના મહુવા ખાતે લસણ ભરીને જતી ટ્રક રાત્રીના 3 વાગ્યાંના સુમારે વેલપુરા નજીક ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા પલટી મારી ગઈ હતી. જોકે આ માર્ગ અકસ્માતમાં સદભગ્યે કોઇ જાનહાનિ થવા પામી નહોતી.. અત્રે ઉલ્લેખનીય છે કે ઝાલોદ થી સંતરામપુર જતાં રસ્તાની સ્થિતિ ગંભીર હાલતમાં તેમજ રસ્તો પણ પોહળો નથી. તેમજ અગાઉ પણ અહી કેટલાક અકસ્માતો સર્જાયા છે તેમ છતાં તંત્ર કોઇ પણ જાતનું ધ્યાન આપતાં નથી વાહન ચાલકો ને મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે. હવે તંત્ર કોની રાહ જોઈ રહ્યું છે તેવી લોકો માં ચર્ચાઈ રહ્યુ છે.તેમજ તંત્ર દ્વારા તાત્કાલિક રોડ નું સમારકામ કરવામાં અને રોડ ને પોહળો કરવામાં આવે તેવી લકો માંગ ઉઠી રહી છે.

Share This Article