ગરબાડા તાલુકાના પંચાયત ચોક જેસાવાડા ખાતે શસ્ત્રપૂજન કરવામાં આવ્યું

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા

ગરબાડા તાલુકાના પંચાયત ચોક જેસાવાડા ખાતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું

વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સાથે રહીને ગ્રામ લોકો દ્વારા શસ્ત્ર પૂજન કરાયું

ગરબાડા તા.03

મળતી વિગતો અનુસાર આજ રોજ તારીખ 3 ઓક્ટોબર ના રોજ સાંજના 8.30 વાગ્યે માનવ દુર્ગાના પવિત્ર નવલા નોરતા માં માતાજીના શસ્ત્ર પૂજન કરવાનું ઘણું મહત્વ હોય છે જેને લઇને વિક્રમ સંવત 2078 આસોસુદ આઠમના રોજ જેસાવાડા પંચાયત ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ તેમજ પ્રખડ ગરબાડા દ્વારા ગામ લોકોને સાથે રહીને સત્ર પૂજન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં જેસાવાડા ગામના ઉમેશભાઈ કટારા સહિત મોટી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને શસ્ત્ર પૂજન કરી આરતી ઉતારી માં નવ દુર્ગાના આશીર્વાદ લીધા હતા અને શસ્ત્ર પૂજન કરી પરંપરાગત ગરબાડા પણ કરવા માં આવ્યા હતા.

Share This Article