રાહુલ ગારી, ગરબાડા

તાલુકા પંચાયત કચેરી ખાતે કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરી જીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

ગરબાડા તાલુકા પંચાયત કચેરી ખાતે લોકસભા પ્રવાસ યોજના અંતર્ગત ગરબાડા વિધાનસભા વિસ્તારમાં કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરીની અધ્યક્ષતામાં પ્રભાવશાળી મતદાતાઓ અને વેપારી ગામ લોકો તાલુકા સભ્યો જિલ્લા સભ્યો સરપંચો સાથે બેઠક યોજાઈ હતી જેમાં ગરબાડા ભાજપ મંડળ પ્રમુખ પ્રજીતસિંહ રાઠોડ દાહોદ જિલ્લા સંઘઠન પ્રભારી પપુભાઈ પાઠક તથા હસાકુંવરબા તથા લોકસભા પ્રવાશ ના ઇન્ચાર્જ સુધીરભાઈ લાલપુરવાળા તેમજ ભાજપ કાર્યકર્તાઓ દાહોદ જિલ્લા મહામંત્રી નરેન્દ્ર સોની ઝોન મહામંત્રી કનૈયાલાલ કિશોરી સ્નેહલ ધરીયા મુકેશભાઈ લબાના મનોજ કિકલાવાલા તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ચર્ચા કરવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી અને કાર્યકર્તાઓ દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું
