Thursday, 26/12/2024
Dark Mode

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પોલીસ અધિકારીઓમાં બદલીઓનો દોર:22 IPS અને 84 DYSP બદલાયા

September 17, 2022
        1254

સુમિત વણઝારા:-દાહોદ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પોલીસ અધિકારીઓમાં બદલીઓનો દોર:22 IPS અને 84 DYSP બદલાયા

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પોલીસ અધિકારીઓમાં બદલીઓનો દોર:22 IPS અને 84 DYSP બદલાયા

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પોલીસ અધિકારીઓમાં બદલીઓનો દોર:22 IPS અને 84 DYSP બદલાયા

દાહોદ તા.17

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પોલીસ અધિકારીઓમાં બદલીઓનો દોર:22 IPS અને 84 DYSP બદલાયા

ગુજરાતના ગૃહ વિભાગે આગામી વિધાનસભાની ચૂંટણીના અનુલક્ષમાં ગુજરાતના આઈપીએસ અધિકારીઓની બદલીઓ શરૂ કરી છે. જેમાં 22 ips અધિકારીઓની બદલી કરવામાં આવી છે. તેમજ વધારાના હવાલા માંથી કેટલાક અધિકારીઓને મુક્ત પણ કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પોલીસ અધિકારીઓમાં બદલીઓનો દોર:22 IPS અને 84 DYSP બદલાયા

ગૃહ વિભાગના આદેશ અનુસાર આઇપીએસ એમ ડી જાનીને એસઆરપી ગ્રુપ 1માંથી એસઆરપી ગ્રુપ છો સાબરકાંઠા ખાતે મૂકવામાં આવ્યા છે. રાજન સુસરાને ડેપ્યુટી કમિશનર તરીકે સુરત શહેરમાં નિમણૂક આપવામાં આવી છે. શ્રીમતી સુધા પાંડે ને એસઆરપી ગ્રુપ 16 માંથી એસઆરપી ગ્રુપ રાજકોટ 13માં મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત એસવી પરમાર ને ડીસીપી સુરતથી રાજકોટ સિટીમાં ડીસીપી તરીકે મૂકવામાં આવ્યા છે. શ્રીમતી ઉષા રાડાને ડેપ્યુટી કમિશનર તરીકે સુરત ઝોન 3 માં સાગર બાગમારની જગ્યાએ મૂકવામાં આવ્યા છે. આણંદના એસપી અજીત રાજિયાણને ડીસીપી સાયબર અમદાવાદ ખાતે મૂકવામાં આવ્યા છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પોલીસ અધિકારીઓમાં બદલીઓનો દોર:22 IPS અને 84 DYSP બદલાયા

આઇપીએસ પ્રવીણ કુમારને રાજકોટથી આણંદ ખાતે એસપી તરીકે નિમણૂક આપવામાં આવી છે. બી આર પટેલને સુરત ડીસીપી થી સુરતમાં જ ઝોન 6માં મૂકવામાં આવ્યા છે. સુરતના ડીસીપી સાગર બાગમારને ઝોન 4માં મુકવામાં આવ્યા છે. કુમારી વિશાખા ડબરાલને એએસપી જંબુસરથી મહેસાણા ongcમાં મૂકવામાં. વાપીના એએસપી શ્રીપાલ શેસમાંને એસઆરપી ગ્રુપ 3માં મુકવામાં આવ્યા છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પોલીસ અધિકારીઓમાં બદલીઓનો દોર:22 IPS અને 84 DYSP બદલાયા

ભાવનગરના એએસપી સફિન હસનને ડીસીપી ટ્રાફિક તરીકે અમદાવાદ મુકવામાં આવ્યા છે. વિજયસિંહ ગુર્જર ને બઢતી સાથે કમાન્ડંડ તરીકે એસઆરપી ગ્રુપ 14 વલસાડ ખાતે મુકવામાં આવ્યા છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પોલીસ અધિકારીઓમાં બદલીઓનો દોર:22 IPS અને 84 DYSP બદલાયા

આ ઉપરાંત કુમારી પૂજા યાદવને બઢતી આપીને રાજકોટ ટ્રાફિકમાં મૂકવામાં આવ્યા છે. વિકાસ સુંદાને એસપી માંથી બઢતી આપીને કોસ્ટલ સિક્યુરિટીના એસપી તરીકે નિમણૂક આપવામાં આવી છે. ઓમ પ્રકાશ જાટને બઢતી આપીને અમદાવાદ એટીએસમાં મૂકવામાં આવ્યા છે. અમદાવાદના ડીસીપી ભગીરથ ગઢવીને ડીસીપી સુરત ઝોન 2 માં મૂકવામાં આવ્યા છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પોલીસ અધિકારીઓમાં બદલીઓનો દોર:22 IPS અને 84 DYSP બદલાયા

આ સાથે ડોક્ટર હરપાલસિંહ જાડેજાને એસઆરપી ગ્રુપ 12 માંથી એસઆરપી ગ્રુપ 1માં મુકવામાં આવ્યા છે. હર્ષદ મહેતાને સુરત ડીસીપી ઝોન 4માંથી ઝોન 5માં મુકવામાં આવ્યા છે. ફાલ્ગુની આર પટેલને એસઆરપી ગ્રુપ 13માંથી એસઆરપી ગ્રુપ 12માં મૂકવામાં આવ્યા છે. જશુ દેસાઈને ડીસીપી સુરતથી ખસેડી સુરત જેલ ખાતે એસપી તરીકે પદભાર સોંપવામાં આવ્યો છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પોલીસ અધિકારીઓમાં બદલીઓનો દોર:22 IPS અને 84 DYSP બદલાયા

જ્યોતિ પટેલને એસપી ટેકનીકલ સેલ માંથી વડોદરા ટ્રાફિકમાં ફરજ સોંપવામાં આવી છે. આ ઉપરાંત CID ક્રાઈમની ખાલી પડેલી જગ્યા ઉપર અધિક પોલીસ મહાનિદેશક તરીકે આરબી બ્રહ્મભટ્ટને મૂકવામાં આવ્યા છે જ્યારે કાયદો અને વ્યવસ્થાની વધારાની જવાબદારીમાંથી નિર્લિપ્ત રાયને મુક્ત કરી વિરેન્દ્રસિંહ યાદવને તેનો હવાલો સોંપવામાં આવ્યો છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પોલીસ અધિકારીઓમાં બદલીઓનો દોર:22 IPS અને 84 DYSP બદલાયા

તેમજ પોલીસ સુધારણાનો હવાલો બ્રિજેશ ઝાને સોંપવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!