નવાફળીયા સરકારી વિનય કોલેજ ગરબાડા ખાતે 36 મી નેશનલ ગેમ્સ સ્પર્ધા ની ઉજવણી કરવામાં આવી

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી, ગરબાડા

નવાફળીયા સરકારી વિનય કોલેજ ગરબાડા ખાતે 36 મી નેશનલ ગેમ્સ સ્પર્ધા ની ઉજવણી કરવામાં આવી

આજરોજ તારીખ 16/9/2022 ના રોજ સરકારી વિજ્ઞાન કોલેજ ગરબાડા ખાતે 36મી નેશનલ ગેમ્સ સ્પર્ધા અંતર્ગત ગેમ્સ ને બહોળો પ્રતિસાદ આપવા માટે કોલેજ કક્ષાએ વોલીબોલ અને કબડ્ડીની ઇવેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વોલીબોલ ટીમના નિર્ણાયક તરીકે કોલેજના નિકુંજભાઈ નળવાયાએ ભૂમિકા ભજવી હતી જ્યારે કબડ્ડીની રમત અંતર્ગત દેવગઢબારિયા થી આવેલ કોચ મારફત નિર્ણાયક ની ભૂમિકા ભજવવામાં આવેલ હતી જેમાં વિજેતા ટીમોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી. આવી રીતે રમતગમતને પ્રોત્સાહન આપવાનું કાર્ય કોલેજ સમયાંતરે કરતી રહે છે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના અધ્યાપક શ્રી યોગેશચંદ્ર એચ ડામોર દ્વારા કરવામાં આવ્યું હતું.

Share This Article