મઝહરઅલી મકરાણી @ દે.બારીયા
દેવગઢબારિયા સબજેલમાંથી દીવાલ કૂદી બે કાચા કામના કેદી ફરાર થઈ જતા જિલ્લાનું પોલીસ તંત્ર દોડતું થયું હતું જેમાં બળાત્કારનો કેદી ઝડપાયો,કુખ્યાત બુટલેગર હજુ પણ પોલીસ પકડથી દૂર, એક કેદી કુખ્યાત બુટલેગર જ્યારે બીજો બળાત્કાર અપહરણ પોસ્કોનો કેદી હતો, સબ જેલના જેલર એ દિવાલ કુદી ભાગેલા બે કેદી તેમજ જેલ ગાર્ડના ચાર પોલીસ માણસો વિરુદ્ધ ગુન્હો નોધાવ્યો,પોલીસ ગાર્ડના ચાર પોલીસ કર્મીઓને પણ પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા,ચારે પોલીસ કર્મી નો જામીન ઉપર છુટકારો
દે.બારીઆ તા.11
દેવગઢ બારીયા તાલુકા મથકે આવેલ સબ જેલમાંથી બે કાચા કામના કેદી જેમાં એક કુખ્યાત બુટલેગર અને બીજો અપહરણ બળાત્કાર પોસ્કોનો કેદી જેલ ની દીવાલ કૂદી ફરાર થઈ જતા જેલ સત્તાધીશ સહિત જિલ્લા પોલીસતંત્ર દોડતું થયું.જેલરે ફરાર થયેલા બે આરોપી તેમજ જેલ ગાર્ડના માણસો વિરુદ્ધ ગુન્હો નોધાવ્યો પોલીસે તપાસ હાથ ધરતા બળાત્કાર પોસ્કોના કેદીને પોલીસે તેના ગામ ડુમકા નજીક આસપાસથી ઝડપી પાડયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ તા 7 ફેબ્રુઆરી ના રોજ દેવગઢ બારીઆ ખાતે આવેલ સબ જેલના બેરેક નંબર 2 ના રૂમ નંબર 5માં કુલ પાંચ કેદી હતા.અને સાંજના સમયે આરતીનો સમય હોવાથી પૂજા માટે કેદીઓને બેરેકમાંથી બહાર કાઢેલા અને પૂજા પૂરી થતા તમામ કેદીઓને બેરેકમાં પરત મૂકી દીધેલા અને પછી બેરેક વાઇસ ગણતરી કરતાં જેમાં રૂમ નબર પાચમાં બે કેદી ગણતરીમાં ઓછા જણાતા તપાસ કરતા જેમાં બે કાચા કામના કેદી ગાર્ડના માણસોની નજર ચૂકવી દિવાલ ઉપર દોરડું નાખી ફરાર થઈ ગયા હોવાનું જેલગાર્ડના માણસોને જણાઈ આવ્યા હતા.જેમાં એક કુખ્યાત બુટલેગર ભીખા હેમસિંગ રાઠવા રહે.મીઠીબોરનો કાચા કામનો કેદી તેમજ અન્ય કૌશિક કિર્તન ડામોર રહે ડુમકા તાલુકો ધાનપુર જે ધાનપુર પોલીસ મથકના ફસ્ટ ગુના રજીસ્ટર નંબર3/2019 ના ઈપીકો કલમ ૩૬૩ ૩૬૬ ૩૭૬ તેમજ પોક્સો મુજબનું કાચા કામનો આરોપી એમ બન્ને કેદી દિવાલ ઉપર દોરડું નાખી પોલીસની નજર ચૂકવી ફરાર થઈ ગયા હતા જે બનાવ અંગે સબ જેલ ના જેલર ચોધરી દ્વારા બે ફરાર કેદી સહિત જેલ ગાર્ડના ચાર પોલીસ કર્મી વિરુદ્ધ ગુન્હો નોંધાવતા પોલીસ જેલની દીવાલ કૂદીને ભાગેલા બે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે જિલ્લા પોલીસ સહિત સ્થાનિક પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી બંને કેદીઓની ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા ક્યારે બળાત્કાર અને પોસ્કોનો કાચા કામનો કેદી કૌશિક કિર્તન ડામોર તેના ગામ ડુમકા નજીક ખેતરમાં છૂપાયેલ હોવાની ધાનપુર પોલીસને માહિતી મળતા ધાનપુર પોલીસે રાત્રિના તેને કોર્ડન કરી ખેતરમાંથી દબોચી લીધો હતો.અને રાત્રે દેવગઢ બારિયા પોલીસ મથકે લાવી તેની પૂછપરછ હાથ ધરાતા બન્ને કેદી જેલની દીવાલ ઉપરથી દોરડાંની નિસરણી બનાવી દિવાલ કૂદીને ભાગી ગયા હોવાનું પોલીસને જણાવતા પોલીસે પકડાયેલા આરોપી કૌશિકને સબ જેલ પર લઈ જઈ ડેમોસ્ટ્રેશન કરાવી અન્ય કોઇ કેદીનો ભગાડવામાં હાથ છે કે કેમ? તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી હતી.જ્યારે પોતે તેમજ બુટલેગર ભીખા રાઠવા બંને જણ જેલની દીવાલ કુદી ભાગ્યા હતા જેમાં અન્ય બે ઈસમો ની સંડોવણી હોવાનું કૌશિક ડામોરે જણાવ્યું હતું.અને પોતે જેલની દીવાલ કૂદી બસ સ્ટેશન પહોંચી ત્યાંથી ધાનપુર તરફ જતા વાહનમાં બેસી તેના ગામ સુધી પહોંચી ગયો હોવાનું કબૂલ્યું હતું.જ્યારે આ જેલ ની દીવાલ કૂદવામાં મદદ કરનાર અજાણ્યા બે ઈસમ હતા.જેમને તે ઓળખતો નથી. તેમ જણાવતા પોલીસ દ્વારા કૌશિક ડામોરની ધરપકડ કરી વધુ તપાસ અર્થે સાંજે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગતા કોર્ટે રિમાન્ડ નામંજૂર કરતા તેને પાછો જેલ ભેગો કરી દેવામાં આવ્યો હતો.ત્યારે જેલ ગાર્ડના ચાર પોલીસ કર્મી એ.એસ આઇ. રમણસિંહ ગણપતસિંહ .આ પો કો અલ્પેશકુમાર લક્ષ્મણસિંહ લો આ આ.પો કો અશ્વિન વાલ સિંગ. તેમજ. લો અં પો કો. અનિલ રમેશભાઈ ફરજમાં બેદરકારી દાખવવા બદલ ચારેય પોલીસ કર્મીઓને ગતરાત્રીના તેમની ઘરપકડ કરી તેમને પણ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ચારેય પોલીસ કર્મીને જામીન પર મુક્ત કર્યા હતા.જ્યારે બુટલેગર ભીખા રાઠવા હજુ પણ પોલીસ પકડથી દૂર છે.ત્યારે ભીખો રાઠવા જંગલ વિસ્તારમાં છુપાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે હાલમાં પોલીસે કૌશિક ડામોર ની વધુ પુછપરછ હાથ ધરી બે અજાણ્યા ઈસમોની પણ તપાસ હાથ ધરી છે ક્યારે હવે ભીખો રાઠવા પકડાય ત્યારે સાચી હકીકત બહાર આવે તેમ છે.