ગરબાડા તાલુકાના સાહડા મા બાઈક પર આવેલ અજાણ્યા ઈસમો દ્વારા એસ.ટી બસ ઉપર પથ્થર મારો કરાયો

પથ્થર મારામાં સદનસીબે મુસાફરોનો આબાદ બચાવ
એસટી બસનો પાછળનો કાચ તૂટ્યો

ગરબાડા તાલુકાના સાહડા માં ગાંગરડી થી દાહોદ તરફ જતી એસટી બસ ઉપર કોઈ અજાણ્યા બાઈક ઉપર સવાર ત્રણ જેટલા ઈસમો દ્વારા એસટી બસના પાછળના ભાગે પથ્થરમારો કરવામાં આવ્યો હતો જે ઘટનામાં માં એસટી બસનો પાછળ નો કાચ તૂટી ગયો હતો સદનસીબે આ પથ્થર મારા ની ઘટના માં બસમાં સવાર કોઈ પણ મુસાફરને ઇજાઓ થઈ ન હતી બાઈક સવાર ઈસમો દ્વારા એસટી બસ ઉપર શા માટે પથ્થરમારો કરવામાં આવ્યો તે બાબત તપાસનો વિષય બની છે ઘટનાની જાણ થતા ગરબાડા પોલીસ ઘટના પણ સ્થળે દોડી આવી હતી અને આગળના કાર્યવાહી હાથ ધરી હતી
