જિલ્લા ભાજપ કાર્યાલય પર રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ની ઉજવણી કરવામાં આવી હતી

Editor Dahod Live
1 Min Read

ફતેપુરા,શબ્બીરભાઈ સુનેલવાલા

 

જિલ્લા ભાજપ કાર્યાલય પર રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ની ઉજવણી કરવામાં આવી હતી.

ભાજપ મહિલા મોરચા દ્વારા ભાઈ બહેન ના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી.

 

દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી ભાજપ મહિલા મોરચા દ્વારા કરવામાં આવેલ હતી જેમાં ભારતીય જનતા પાર્ટી દાહોદ જિલ્લાના પ્રમુખ શંકરભાઈ અમલીયાર મહામંત્રી નરેન્દ્ર ભાઈ સોની તેમજ દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શીતલબેન વાઘેલા સહિત જિલ્લાના હોદ્દેદારો હાજર રહ્યા હતા દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલીયાર તેમજ મહામંત્રી નરેન્દ્રભાઈ સોની તેમજ જિલ્લા હોદ્દેદારોને વિવિધ સમાજની બહેનો એ કુમકુમ તિલક કરી મો મીઠું કરી રાખડી બાંધી ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉત્સાહભેર ઉજવણી કરેલ હતી પ્રસંગને અનુરૂપ જિલ્લાના નેતાદ્વાર ઉદ્ભભોધનકરવામાં આવેલું હતું

Share This Article