ગરબાડા તાલુકામાં પાણી વગરના કૂવામાંથી મળી આવેલી બાળકીનું સારવાર દરમિયાન મોત:બાળકીને કુવામાં નાખનાર યુવતીની ઓળખ છતી થઈ:મેડિકલ રિપોર્ટ ની જોવાતી રાહ

Editor Dahod Live
4 Min Read

જીગ્નેશ બારીયા :- દાહોદ /રાહુલ ગારી :- ગરબાડા 

ગરબાડા તાલુકામાં પાણી વગરના કૂવામાંથી મળી આવેલી બાળકીનું સારવાર દરમિયાન મોત:

બાળકીને કુવામાં નાખનાર યુવતીની ઓળખ છતી થઈ: મેડિકલ રિપોર્ટ ની જોવાતી રાહ..

 નવજાત બાળકીએ ઝાયડસ હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ: પોલીસે યુવતી તેમજ બાળકીના સેમ્પલ લઈ પરીક્ષણ માટે મોકલ્યા 

 પોલીસ તપાસમાં ઘણી બધી ચોકાવનારી વિગતો સામે આવી: પોલીસ તપાસમાં સમગ્ર પ્રકરણમાં સિલસિલા બંધ ખુલાસા થવાના અણસાર..

નવજાત બાળકીને જન્મ આપનારી યુવતી કુંવારી માતા બની હોવાનું ઘસ્ફોટક:યુવતી દુષ્કર્મનો ભોગ બનેલી છે કે કોઈ સબંધના પગલે ગર્ભવતી બની છે. પોલીસ તપાસનો વિષય 

દાહોદ તા.૦૫

 

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ભે ગામે ગતરોજ ૪૦ ફુટ ઉંડા પાણી વગરના કુવામાંથી મળી આવેલ નવજાત બાળકીનું આજરોજ દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.જે બાદ પોલીસે આ મામલે તપાસનો દોર લંબાવતા સમગ્ર મામલામાં જિલ્લામાં વિગતો બહાર આવવા પામી છે.

ગતરોજ ગરબાડા તાલુકાના ભે ગામે એક ૪૦ ફુટ ઉંડા કુવામાંથી ૨ દિવસનું નવજાત બાળક પોલીસને મળી આવ્યું હતું. પોલીસે બાળકનો કબજાે લઈ દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યું હતું. આજરોજ નવજાત બાળકીનું સારવાર દરમ્યાન મોત નીપજતાં ચકચાર મચી જવા પામી હતી. સમગ્ર મામલે પોલીસે તલસ્પર્શી તપાસનો ધમધમાટ આરંભ કર્યા બાદ ગણતરીના કલાકોમાં સમગ્ર મામલામાં કેટલાક ખુલાસાઓ થવા પામ્યા છે.

પાણી વગરના કૂવામાંથી મળી આવેલી નવજાત બાળકી કુવા માલિકની દોહિત્રીની પુત્રી હોવાનું બહાર આવ્યું..

નવજાત બાળકીને જેને ત્યજી દીધી હતી તે એક ૧૯ વર્ષીય યુવતી છે.અને તે મધ્યપ્રદેશ ખાતે રહે છે અને થોડા સમયથી ભે ગામે પોતાના મામાંના ઘરે આવી હતી. અને તે અપંગ હોવાનું તેમજ જે કૂવામાંથી નવજાત બાળકી મળી આવી છે. તે કુવાનો માલિકની દોહિત્રીની પુત્રી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

બાળકીને જન્મ આપનાર યુવતી અપંગ અને કુંવારી માતા બની હોવાનું ખુલાસો !!

નવજાત બાળકીને ત્યજી દેનાર 19 વર્ષીય યુવતી મધ્યપ્રદેશ ખાતે રહેતી હોવાનું તેમજ થોડા દિવસ પહેલા એના મામાના ઘરે ગરબાડા તાલુકાના ભે ગામે આવી હતી.તે બાદ આ યુવતીનું નવા નગર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડિકલ રિપોર્ટ કરાવતા તે ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું.સાથે સાથે અપંગ પણ હોવાનું સામે આવ્યું છે. તેમજ યુવતી કુંવારી માતા બની હતી. તેવી તરેહ તરેહની ચર્ચાઓ પંથકમાં ફેલાવા પામી છે.

બાળકીની લાશને પીએમ માટે મોકલાઈ:મેડિકલ રિપોર્ટ બાદ માતા-પુત્રીના સંબંધનો ખુલાસો થશે

પોલીસે સમગ્ર મામલામાં તપાસનો દોર લંબાવ્યો બાદ ઘણા બધા વિષય ઉપર તપાસ કર્યા બાદ કેટલાક મહત્વપૂર્ણ ખુલાસા થયા છે. તે દરમ્યાન ઝાયડસ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી બાળકી મોતને ભેટી છે. જોકે પોલીસે આ મામલામાં યુવતી તેમજ બાળકીના મેડિકલ કરવા માટે સેમ્પલ હોય નક્કી કર્યા છે.જેમાં મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ કૂવામાંથી મળી આવેલી બાળકી અને યુવતી વચ્ચે માતા-પુત્રીનો સબંધ છે કે કેમ..? તે બહાર આવશે ત્યારે હાલ પોલીસે મૃત બાળકને પીએમ માટે મોકલી આપી છે.

બાળકીને જન્મ આપ્યા બાદ કૂવામાં ફેકનાર તેમજ સમગ્ર પ્રકરણમાં સામેલ ઈસમોની ભૂમિકા તપાસ બાદ બહાર આવશે :- તપાસ અધિકારી, 

પાણી વગરના કુવામાંથી મળી આવનાર બાળકીના સગા વ્હાલાની પોલીસ દ્વારા તપાસ થઇ રહી છે તેમજ આ બાળકીને જન્મ આપ્યા બાદ કુવામાં નાખનાર યુવતી કુંવારી માતા બની છે. તો આ યુવતી કોઈ દુષ્કર્મનો ભોગ બનેલી છે કે કોઈ સબંધના પગલે ગર્ભવતી બની છે. તે પોલીસ તપાસનો વિષય બની જવા પામેલ છે. તેમજ આ ગુનામાં સાથ આપનાર કેટલા ઈસમો આ પ્રકરણમાં સામેલ છે. જે અંગે પોલીસ દ્વારા તપાસનો દોર લંબાવ્યો બાદ બહાર આવશે તેમ પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળે છે.

Share This Article