Thursday, 21/11/2024
Dark Mode

દે. બારીઆ નગરને સતત બીજા દિવસે ધમરોળતા તસ્કરો,કરિયાણાની દુકાનમાં હાથફેરો કરી ફરાર:સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ છતાંય તસ્કરો પોલિસ પકડથી દુર

દે. બારીઆ નગરને સતત બીજા દિવસે ધમરોળતા તસ્કરો,કરિયાણાની દુકાનમાં હાથફેરો કરી ફરાર:સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ છતાંય તસ્કરો પોલિસ પકડથી દુર

 મઝહર અલી મકરાણી @ દે.બારીઆ  

દેવગઢબારિયા નગરમાં પોલીસની ચુસ્ત પેટ્રોલિંગમાં તસ્કરોને મોકળું મેદાન,તસ્કરો બન્યા, બેફામ, સતત બીજા દિવસે નગરમાં ચોરીની ઘટનાથી લોકોમાં ભયનો માહોલ, કરિયાણાની દુકાનને નિશાન બનાવતા તસ્કરો ચોરીની સમગ્ર ઘટના સી.સી.ટીવીમાં કેદ છતાંય પોલિસ પકડથી દુર છેલ્લા બે માસમાં એક પછી એક ચોરીને અંજામ આપી નગરને ધમરોલતા તસ્કરો, છેલ્લા બે માસમાં ઈકોગાડી સહિત ઘરફોડ ચોરી તેમજ બાઇકની પણ ઉઠાંતરી કરતા તસ્કરો, 2 ફેબ્રઆરીએ ચાર બાઈકની ઉઠાંતરી, ૩ ફેબ્રઆરી એ એક કરિયાણા ની દુકાનને ફરી નિશાન બનાવી જે તસ્કરો સી.સી.ટીવીમાં કેદ, પોલીસની હતાશા છતી થઇ.

દે.બારીઆ તા.03

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા નગરમાં છેલ્લા બે માસથી અવાર નવાર ઘરફોડ ચોરી ફોરવીલર ચોરી સહીત બાઈક ચોરી જેવા અનેક બનાવો બનવા પામ્યા છે. ત્યારે આજદિન સુધી આ તસ્કરોએ ઊંઘ હરામ કરી નાખી હોય તેમ એક પછી એક પોતાના મનસુબા પ્રમાણે ચોરીને અંજામ આપી રહ્યા છે. અને પોલીસ ઊંઘતી રહેતી હોય તેમ તસ્કરો બેફામ બન્યા ત્યારે બીજી ફેબ્રુઆરીના રોજ એક સાથે ચાર બાઈકોની ઉઠાંતરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. હજી પોલીસ અગાઉની ચોરીઓને લઇ પોલીસ વિમાસણમાં મુકાયું હોય તેમ કે પોલીસની રહેમ નજર હેઠળ તસ્કરો પોતાનો કસબ અજમાવી જતા હોય તેમ એક પછી એક ચોરીને અંજામ આપી તસ્કરો બેખોફ બન્યા હોય તેમ આજ તારીખ ૩જી ફેબ્રુઆરીના રોજ દેવગઢબારિયા નગરમાં વાંકલેશ્વર રોડ ઉપર રહેતા મન્સૂરી મુખત્યારભાઈને કરિયાણાની દુકાન આવેલી છે. તે કરિયાણાની દુકાન ઉપરના ભાગે તે પોતે પરિવાર સાથે રહે છે. ત્યારે રાત્રિના એક વાગ્યાના અરસામાં કેટલાક તસ્કરો બાઈક લઈને ત્યાં આવી બાઇક પરથી ઉતરી તેમના કરિયાણાના દુકાનના તાળા તોડવાની કોશિશ કરતાં તેમજ એક તાળું તોડી નાખી અન્ય તાળા તોડવાની કોશિશ કરતા તે વખતે રાત્રિના મુખત્યારભાઈને કંઈક અવાજ આવતો હોવાનું જણાતા તેઓ રાત્રીના ઉઠી ગયેલા અને પરિવારજનોને ઉઠાડી જોતા કોઈ દેખાયે આવેલ ન હતા. જેથી તેઓ સૂઈ ગયેલા અને વહેલી સવારે દુકાન ખોલવા જતા દુકાનો એક તાળાં નો નાકોચું તૂટેલો હતો. અને અન્ય તાળાનું નકોચું વળેલું હતું. જેથી તેમને તેમની દુકાનમાં મૂકેલાં cctv કેમેરા ચેક કરતા તેઓ સી.સી.ટીવી ફૂટેજ જોઈને પોતે કંઈક સારું કર્મ કર્યો હશે જેના કારણે તેમના ઘરે થતી ચોરી અટકી હોવાનું તેઓ કહી રહ્યા છે. કેમકે સી.સી.ટીવીમાં કેદ તસ્કરો પોતે બિન્દાસ પણે બેખોફ રીતે જાણે ચોરીને અંજામ આપવાનો હોય તેમ નકૂચા તોડી રહ્યા હોવાનું દ્રશ્ય દેખાતા અને તે તસ્કરો બાઈક લઈને આવ્યા હોવાનું સી.સી.ટીવી ફૂટેજમાં દેખાતા હતા. ત્યારે આ બનાવનો વિડીયો ચોરોને પકડવા માટે સોશિયલ મીડિયા પર મૂકવામાં આવતા નગરજનો પણ ચોરને પકડવાની હોડમાં હોય તેમ દેખાઈ રહ્યું હતું. ત્યારે પોલીસ આ બધાથી અજાણ હોય તેમ દેખાઈ રહી છે તો શું આ બનાવ અંગે પોલીસ અજાણ હશે કે આખ આડા કાન કરતી હશે તેવા અનેક સવાલ ઉઠવા પામ્યા છે.

error: Content is protected !!