દાહોદમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ બહારગામ લઇ જતા રસ્તામાં મહિલાનું મોત: પરિવારજનોનો હોસ્પિટલમાં હોબાળો..

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે , દાહોદ

 

 

દાહોદમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ બહારગામ લઇ જતા રસ્તામાં મહિલાનું મોત: પરિવારજનોનો હોસ્પિટલમાં હોબાળો..

દાહોદના હનુમાન બજાર ખાતે આવેલા ઠાકોર હોસ્પિટલમાં મહિલાની ડીલેવરી બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ લઈ જવાતા મહિલાનું અધ રસ્તે મોત નીપજતા પરિવારે દવાખાને ડેડબોડી ને મૂકી ભારે હોબાળો મચાવ્યો .

દાહોદ તાલુકાના વિજાગઢ ખાતે રહેતી મહિલાને પ્રસુતિ પીડા ઉપડતા તેને ડીલેવરી માટે હનુમાન બજાર ખાતે આવેલા ઠાકોર હોસ્પિટલમાં લવાઈ હતી જોકે નોર્મલ ડીલેવરી બાદ મહિલાને વધુ સારવારની જરૂર જણાતા ડોક્ટરે મહિલાના પરિવાજનોને બોલાવી અને અમદાવાદ ખાતેના સિવિલ હોસ્પિટલ લઈ જવાનુ જણાવતા ડીલેવરી થયાં બાદ પરિવારના જણાવ્યા અનુસાર તે મહિલાને અમદાવાદ ખાતે સારવાર અર્થે લઈ જતા કપડવંજ નજીક રસ્તામાં તે મહિલાનું મોત નીપજતા પરીવાર જનોએ હોસ્પિટલ બહાર ડેડબોડી મૂકી અને ભારે રોષ પ્રગટ કરાયો હતો જોકે આ મામલે પોલીસ પણ ખડકી દેવામાં આવી હતી અને પોલીસ દ્રારા પરિવાર જનોને સમજાવવાની કોશિશ કરવામાં પણ આવી હતી જોકે પરીવાર જનોએ ડોક્ટર ઉપર આક્ષેપો મૂકી જણાવ્યું હતુંકે મહિલાની ડીલેવરી સમયે ડોક્ટર દ્રારા મહિલાને દબાવી દબાવી અને બાળક પેદા કરવામાં આવ્યું હતું તેના કારણે મહિલાને વધારે તકલીફો નો સામનો કરવો પડ્યો અને તેને વધુ સારવાર ની જરૂર પડતા ડોક્ટર દ્રારા ઓફિસમાં બોલાવી જણાવાયું હતુંકે આ મહિલાને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ લઈ જવી પડશે ત્યારે અધ રસ્તે મહિલાનું મોત નીપજતા પરિવારજનો એ ઠાકોર હોસ્પિટલ ખાતે ડેડબોડી લઈ આવતા પોલીસ અને પરીવાર વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી ત્યારબાદ પોલીસે સમજાવટ બાદ ડેડબોડીને દાહોદના સરકારી દવાખાને પીએમ અર્થે મોકલી આપી હતી પરિવારે પીએમ રીપોર્ટ બાદ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવા માટે જણાવ્યું હતું જોકે આ મામલે ઠાકોર હોસ્પિટલના ડોક્ટર મૌન રહ્યા હતા અને પરિવારે ડોક્ટર ઉપર આક્ષેપો લગાવી હોસ્પિટલ બહાર હંગામો મચાવ્યો હતો

Share This Article