
રાજેન્દ્ર શર્મા ,દાહોદ લાઈવ ડેસ્ક
દાહોદ જિલ્લામાં ધોરણ 10નું પરિણામ જાહેર: દાહોદ જીલ્લાનું 58.48 ટકા,આ વર્ષે 53 વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડમાં સામેલ..
દાહોદ તા.૦૬
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આજરોજ ધોરણ ૧૦નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં દાહોદ જિલ્લાનું ૫૮.૪૮ ટકા પરિણામ જાહેર થયું હતું. દાહોદ જિલ્લામાંથી આ વર્ષે ૫૩ વિદ્યાર્થીઓનો એ – ૧ ગ્રેડમાં સમાવેશ થયો હતો.
ધોરણ ૧૦નું આજરોજ પરિણામ જાહેર થયાં કહી ખુશી કહી ગમનો માહોલ જાેવા મળ્યો હતો. વહેલી સવારથી શાળાઓ ખાતે વિદ્યાર્થીઓની સાથે સાથે તેમના વાલીઓનો જમાવડો જાેવા મળ્યો હતો. ઓનલાઈન સેન્ટરો પર પણ મોટી સંખ્યામાં ઓનલાઈન પરિણામ જાેવા માટે વિદ્યાર્થીઓ સહિત તેમના વાલીઓનો ઘસારો જાેવા મળ્યો હતો. દાહોદ જિલ્લાનું આ વર્ષે ૫૮.૪૮ ટકા પરિણામ જાહેર થયું છે. આ વર્ષે એ – ગ્રેડમાં ૫૩ વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે જ્યારે એ – ૨ ગ્રેડમાં ૪૫૬, બી – ૧ ગ્રેડમાં ૧૯૦૩, બી – ૨ ગ્રેડમાં ૪૩૭૩, સી – ૧ ગ્રેડમાં ૫૯૭૦, સી – ૨ ગ્રેડમાં ૩૮૩૦, ડી ગ્રેડમાં ૨૩૦, ઈ – ૧ ગ્રેડમાં ૪૬૪૫, ઈ – ૨ ગ્રેડમાં ૭૨૯૨ વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે. આ વર્ષે દાહોદ જિલ્લામાંથી કુલ ૨૯૭૪૦ વિદ્યાર્થીઓ નોંધાંયો હતાં જેમાંથી ૨૮૭૫૨ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. દાહોદ જિલ્લાના કેન્દ્ર પ્રમાણે ટકાવારીની વાત કરીએ તો દાહોદ કેન્દ્રનું ૬૦.૦૬ ટકા, દેવગઢ બારીઆનું ૩૯.૬૦ ટકા, ઝાલોદ કેન્દ્રનું ૩૩.૪૫ ટકા, પીપલોદ કેન્દ્રનું ૩૬.૬૧ ટકા, ગરબાડા કેન્દ્રનું ૬૯.૫૯ ટકા, ફતેપુરા કેન્દ્રનું ૪૦.૮૭ ટકા, લીમખેડા કેન્દ્રનું ૩૮.૮૫ ટકા, કંજેટા કેન્દ્રનું ૫૨.૪૦ ટકા, સીંગવડ કેન્દ્રનું ૪૩.૭૪ ટકા, જેસાવાડા કેન્દ્રનું ૩૮.૦૭ ટકા, રાછરડા કેન્દ્રનું ૪૭.૦૩ ટકા, સાગટાળા કેન્દ્રનું ૫૬.૭૫ ટકા, લીમડી કેન્દ્રનું ૪૫.૯૯ ટકા, સુખસર કેન્દ્રનું ૪૧.૨૮ ટકા, સંજેલી કેન્દ્રનું ૧૯.૨૩ ટકા, ગાંગરડી કેન્દ્રનું ૫૩.૨૭ ટકા, દુધીયા કેન્દ્રનું ૪૦.૧૪ ટકા, દાસા કેન્દ્રનું ૭૮.૧૧ ટકા, ઢઢેલા કેન્દ્રનું ૪૨.૭૫ ટકા, પીપેરો કેન્દ્રનું ૭૮.૪૨ ટકા, કતવારા કેન્દ્રનું ૪૫.૨૩ ટકા, ઉકરડી કેન્દ્રનું ૬૬.૧૮ ટકા, અભલોડ કેન્દ્રનું ૭૫.૭૮ ટકા, દાહોદ – ૨ કેન્દ્રનું ૩૪.૫૬ ટકા, કારઠ કેન્દ્રનું ૫૬.૭૪ ટકા, કુવા કેન્દ્રનું ૭૭.૩૯ ટકા, રૂવાબારી મુવાડા કેન્દ્રનું ૧૭.૧૭ ટકા, ચુંદડી કેન્દ્રનું ૮૬.૭૬ ટકા, બાંડીબાર કેન્દ્રનું ૬૮.૩૦ ટકા, દેલસર કેન્દ્રનું ૭૧.૬૭ ટકા, નગરાળા કેન્દ્રનું ૬૩.૯૩ ટકા, જાલત કેન્દ્રનું ૫૮.૮૦ અને મીરાખેડી કેન્દ્રનું ૬૫.૧૯ ટકા પરિણામ જાહેર થયું હતું.