ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં બે બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો: સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ મળી કુલ 3.24 લાખના મુદ્દામાલ પર સાફસૂફી..

Editor Dahod Live
1 Min Read

ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં બે બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો: સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ મળી કુલ 3.24 લાખના મુદ્દામાલ પર સાફસૂફી..

દાહોદ તા.૧૯

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં એક જ સાથે સાંજના સમયે બે મકાનોમાં તસ્કરોએ તરખાટ મચાવતાં સોના દાગીના તેમજ રોકડા રૂપીયા મળી કુલ રૂા. ૩,૨૪,૦૦૦ની મત્તાની ચોરી કરી અજાણ્યા ચોર ઈસમો અંધારાનો લાભ લઈ નાસી જતાં પંથકમાં તસ્કરોના આતંકને પગલે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

ગત તા.૧૭મી મેના રોજ સાંજના ચારથી પાંચ વાગ્યાના આસપાસ લીમડી નગરમાં ખેમસરા બજાર જૈન મંદિરની સામે રહેતાં શ્રેયાંશકમાર પ્રકાશચંદ્ર જૈનના બંધ મકાનને અજાણ્યા ચોર ઈસમો નિશાન બનાવ્યું હતું અને મકાનના મુખ્ય દરવાજાનું તાળુ તોડી મકાનમાં તસ્કરોએ પ્રવેશ કરી ઘરમાં મુકી રાખેલ સોના દાગીના તેમજ રોકડા રૂપીયા મળી કુલ રૂા.૩,૨૪,૦૦૦ની મત્તાની ચોરી કરી અજાણ્યા ચોર ઈસમોએ વિસ્તારમાં રહેતાં જસુમતિબેન હિમતસીંહ રાજપુતના બંધ મકાનનું પણ તોળુ તોડી અંદર પ્રવેશ કરી ચોરી કરી હતી.

આ સંબંધે શ્રેયાંશકુમાર પ્રકાશચંદ્ર જૈન દ્વારા લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

———————————–

Share This Article